મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં 14 માળની રહેણાંક ઈમારતના 10મા માળે એક મકાનમાં આગ લાગી. જેમાં બે વૃદ્ધો સહિત 3 લોકોના મોત થયા.. આ અકસ્માતમાં બંને વડીલો આગમાં દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. ત્રીજા વ્યક્તિએ શ્વાસ રૂંધાવાથી જીવ ગુમાવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.



પાડોશીએ કર્યો ફોન 

આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી પરંતુ જ્યારે પાડોશીઓએ ઘરમાંથી ધુમાડો આવતો જોયો તો તરત જ તેમણે ઘર ખોલવાનો પ્રયાસ કર્યો. ઘરમાંથી કોઇ જવાબ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે દરવાજો તોડી ત્રણેય લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ મોકલી દીધા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


વૃદ્ધ દંપતી અને નોકર મૃત્યુ પામ્યા

જે મકાનમાં આગ લાગી હતી ત્યાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું. જેમના બાળકો સિંગાપોર અને યુએસમાં રહે છે. અકસ્માત સમયે એક વૃદ્ધ દંપતી અને તેમનો નોકર ઘરમાં હતા. નોકરનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું, જ્યારે વૃદ્ધ દંપતી આગમાં દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. 

  • Follow us on: