મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક મોટો અકસ્માત થયો હતો. એલિફન્ટાની ગુફાઓ જોવા ગેટવે ઓફ ઈન્ડિયાથી 110 મુસાફરોને લઈ નીકળેલી નિલકમલ બોટ સાથે ભારતીય સેનાની સ્પીડ બોટ અથડાઇ હતી. જે બાદ નિલકમલ બોટ દુબવા લાગી હતી. આ અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે 3 ખલાસીઓ સહિત 13 લોકોના મોત નિપજ્યાં છે અને 101 નો આબાદ બચાવ થયો છે.


અકસ્માતમાં શામેલ સ્પીડ બોટ ભારતીય નૌ સેનાની છે. ત્યારે નૌ સેનાના અધિકારીઓ મુજબ આ એક ઇન્ફ્લેટેબલ બોટ છે જેનો ટ્રાયલ ચાલી રહ્યો હતો. નાની સ્પીડ બોટ 100 મુસાફરો ભરેલી મોટી બોટને ટકરાવાથી આટલી હાનિ પહોંચાડી શકે છે તે જાણી અચરજ પામી જવાય છે.શું છે આ ઇન્ફ્લેટેબલ બોટ નાખીએ એક નજર.

ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા તરફ ‘નિલકમલ’

મુંબઈ ખાતે ઘણા યાત્રીઓ ફરવા માટે આવતા હોય છે. જ્યાં ગેટવે ઓફ ઈન્ડિયા અને એલિફન્ટાની ગુફાઓ જોવા ઘણી ભીડ રહેતી હોય છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટાની ગુફાઓ જોવા બોટમાં બેસી એલિફન્ટા ગુફાઓ તરફ જવાય છે. ત્યારે 100 ઉપર મુસાફરોને લઈ નિલકમલ નામની બોટ રવાના થઈ હતી.

નિલકમલને ટકરાઇ સ્પીડ બોટ

100 મુસાફરોથી સવાર નિલકમલ રવાના થઈ. 10 કિલોમીટર દૂર પહોંચતા જ નૌ સેનાની એક સ્પીડ બોટ જે અરબી સમુદ્રમાં દૂર ચક્કર મારી રહી હતી તે નજીક આવી અને નિલકમલની આસપાસ ચક્કર લગાવવા લાગી હતી. જોતજોતામાં જ આ સ્પીડ બોટ નિલકમલ સાથે ટકરાઇ હતી.

ઇન્ફ્લેટેબલ બોટ

ઇન્ફ્લેટેબલ બોટ એ હળવા વજનની બોટ છે જે તેની બાજુઓ અને દબાણયુક્ત ગેસ ધરાવતી તથા લચીકતા ધરાવતી ટ્યુબથી બનેલી બોટ છે. નાની નૌકાઓ માટે, ફ્લોર અને હલ (તળિયું) ઘણીવાર લવચીક હોય છે, જ્યારે 3 મીટર (9.8 ફૂટ) કરતાં લાંબી બોટ માટે ફ્લોરમાં સામાન્ય રીતે ત્રણથી પાંચ જેટલા કઠોર પ્લાયવુડ અથવા એલ્યુમિનિયમની શીટ્સ  ફિટ કરેલી હોય છે. 

ઇન્ફ્લેટેબલ બોટ તેની ક્ષમતા અને ગુણવત્તાને કારણે ઉત્તમ પ્રદર્શન કરે છે. કેટલીક ઇન્ફ્લેટેબલ બોટને ડિસએસેમ્બલ કરી શકાય છે અને પેક પણ કરી શકાય છે. જેથી તે સરળતાથી સંગ્રહિત અને પરિવહન કરી શકાય. બોટ જ્યારે ફૂલેલી હોય છે, ત્યારે તેને ફોલ્ડ કરી શકાય તથા દૂર કરી શકાય તેવા થોર્ટ દ્વારા મજબૂત ક્રોસ-વેમાં રાખવામાં આવે છે. આવી સુવિધાને લીધે આ બોટને મુસાફરી અથવા મનોરંજનના હેતુઓ માટે લાઇફરાફ્ટ  યોગ્ય બનાવે છે.

નૌસેનાની ઇન્ફ્લેટેબલ બોટ

ભારતીય નૌસેનાની આ બોટ ઇનલેન્ડ ઓપરેશન અને સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાય છે. આ બોટમાં 40 હોર્સ પાવરનું 2 સ્ટ્રોક પેટ્રોલ એંજિન ફિટ કરવામાં આવ્યું હોય છે. જે મેન્યૂઅલી ચલાવી શકાય છે. 4.5 મીટરથી મોટી અને 2 મીટર પહોળી આ બોટ 135 કિલો જેટલું વજન ધરાવે છે. 5 ઇન્ફ્લેટેબલ ચેમ્બર ધરાવતી આ બોટ 8 વ્યક્તિઓને સમાવી મહત્તમ 1150 કિલો વજન ઉઠાવી શકે છે. આ બોટમાં ગન ફિટ કરી શકાય તે માટે LMG સ્ટેન્ડ પણ ફિટ કરેલું હોય છે.

  • Follow us on: