• મુંબઇની સ્પેશિયલ CBI કોર્ટે સંભળાવી સજા
  • 2001માં જયાશેટ્ટીની કરાઇ હતી હત્યા
  • ખંડણી ન આપતા છોટા રાજને કરાવ્યુ હતુ ફાયરિંગ

મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ડોન છોટા રાજનને આજીવન કેદની સજા સંભળાવી છે. મુંબઈના જયા શેટ્ટી હત્યા કેસમાં છોટા રાજનને સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2001માં મુંબઈના ગ્રાન્ટ રોડ પર છોટા રાજનના સાગરિતોએ જયા શેટ્ટી પર ફાયરિંગ કર્યું હતુ. 

2001નો હત્યાનો મામલો

મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ડોન છોટા રાજનને આજીવન કેદની સજા સંભળાવી છે. મુંબઈમાં 2001માં જયા શેટ્ટી હત્યા કેસમાં છોટા રાજનને સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2001માં મુંબઈના ગ્રાન્ટ રોડ પર છોટા રાજનના સાગરિતોએ જયા શેટ્ટી પર ગોળીબાર કર્યો હતો. છોટા રાજને જયા શેટ્ટી પાસેથી ખંડણી માંગી હતી, પરંતુ તેણે ખંડણી આપી નહી. જે બાદ છોટા રાજને જયા શેટ્ટી પર ફાયરિંગ કરાવ્યું હતું.

કોણ હતી જયા શેટ્ટી?

જયા શેટ્ટી મધ્ય મુંબઈના ગામદેવીમાં આવેલી ગોલ્ડન ક્રાઉન હોટલના માલિક હતા. તેને છોટા રાજન ગેંગ તરફથી ખંડણીના કોલ આવતા હતા. 4 મે, 2001 ના રોજ,તેની હોટલની અંદર ગેંગના બે સભ્યોએ તેને ગોળી મારી દીધી હતી. ધમકીઓને કારણે મહારાષ્ટ્ર પોલીસે તેમને સુરક્ષા પણ પૂરી પાડી હતી. જો કે હત્યાના બે મહિના પહેલા તેની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.

હાલ ક્યાં છે ડોન રાજન ?

ઓક્ટોબર 2015માં ઇન્ડોનેશિયાથી તેની ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. હાલ તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. છોટા રાજનનુ નામ રાજેન્દ્ર સદાશિવ છે. છોટા રાજનની બાલી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેને 2015માં ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.
  • Follow us on: