પશ્ચિમ રેલવે ગોરેગાંવ અને કાંદિવલીની વચ્ચે છઠ્ઠી લાઇનમાં નિર્માણની સુવિધા માટે ગોરેગાંવ અને કાંદિવલી સ્ટેશનો પર વચ્ચે અપ અને ડાઉન ધીમી લાઇનો અને ડાઉન ફાસ્ટ લાઇન પર શનિવારે અને રવિવારની મિડ નાઇટ એટલે 7 અને 8 સપ્ટેમ્બરે રાત્રે 1થી બીજા દિવસે 10 કલાક સુધી મેજર બ્લોક કરવામાં આવશે. આ મેજર બ્લોકની અસર અને ટ્રેનો પર જોવા મળશે.


126 ટ્રેનો રદ કરવામાં આવશે

મળતી માહિતી અનુસાર આ મેજર બ્લોકને કારણે લગભગ 126 ટ્રેનો રદ કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વેએ માહિતી આપી છે કે આ બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ/ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસા આ બ્લોક દરમિયાન યુપીની તમામ ધીમી લાઇનની ટ્રેનો બોરીવલીથી ગોરેગાંવ સુધીની યુપી ફાસ્ટ લાઇન પર દોડશે. જ્યારે તમામ ડાઉન સ્લો લાઇનની ટ્રેનો અંધેરી લે-ડાઉન ફાસ્ટ લાઇન પર દોડશે.

આ ટ્રેનો 10 મિનિટ મોડી દોડશે

આ અંગે પશ્ચિમ રેલવેએ જાણકારી આપતા જણાવ્યું કે બ્લોકના આ સમયગાળા દરમિયાન અપ અને ડાઉન મેલ/એક્સપ્રેસ ટ્રેનો 10 થી 20 મિનિટ મોડી દોડશે. તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે સંવત્સરી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.


દિલ્હી ડિવિઝનમાં 17 સપ્ટેમ્બર સુધી બ્લોક

  • ઉત્તર રેલ્વેના દિલ્હી ડિવિઝનના પલવલમાં પલવલ-ન્યૂ પ્રિથલા (DFCC) યાર્ડ વચ્ચે રેલ જોડાણના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે 17 સપ્ટેમ્બર, 2024 સુધી બ્લોક રહેશે. જેને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ કરીને ડાયવર્ટ કરવામાં આવશે.
  • 5 થી 16 સપ્ટેમ્બર, 2024 સુધી ટ્રેન નંબર 12903 મુંબઈ સેન્ટ્રલ રતલામ-નીમચ-અજમેર-જયપુર-રેવાડી-નવી દિલ્હી-ગાઝિયાબાદ થઈને મુંબઈ સેન્ટ્રલ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ મેલ તરીકે ચાલશે.
  • 5 થી 16 સપ્ટેમ્બર, 2024 સુધી અમૃતસરથી ચાલતી ટ્રેન નંબર 12904 ગાઝિયાબાદ - નવી દિલ્હી - રેવાડી - જયપુર - અજમેર - નીમચ - રતલામ થઈને અમૃતસર મુંબઈ સેન્ટ્રલ ગોલ્ડન ટેમ્પલ મેલ પર દોડશે.

  • Follow us on: