• મુંબઇમાં સવારથી જ વરસાદી માહોલ
  • આ વિસ્તારોમાં યલો એલર્ટ
  • 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

મુંબઇમાં વરસાદ આજે સવારથી જ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. સવારે 9 વાગે પણ એટલા વાદળો ઘેરાયા હતા કે વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડતી હતી. જેથી વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ભાંડુપ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના દ્રશ્યો સામે આવ્યા હતા. 

24 કલાકમાં ભારે વરસાદની આગાહી

[[$googlead]]

મુંબઈમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. મુંબઈ, પાલઘર, થાણે, રત્નાગીરી, રાયગઢ, સિંધુદુર્ગ અને વિદર્ભમાં હવામાન વિભાગનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં મુંબઈ શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ભારતીય હવામાન વિભાગ (IMD) ના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મુંબઈ પહોંચ્યા પછી ધીમી પડી ગયું હતું, તે હવે વેગ પકડી રહ્યું છે અને 21-22 જૂન સુધીમાં વધુ આગળ વધવાની અપેક્ષા છે.

[[$alsoread]]

IMD મુંબઇ શું કહે છે?

મુંબઈના પ્રાદેશિક હવામાન વિભાગ (IMD)ના વડા સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મરાઠવાડા સહિત મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. બુધવારે સવારે મુંબઈના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો, પરંતુ તે ગરમીથી રાહત આપવા માટે પૂરતો નહોતો.

9જૂને મુંબઇ પહોંચ્યુ હતું ચોમાસુ

મહત્વનું છે કે ચોમાસું તેના સામાન્ય સમયના બે દિવસ પહેલા 9 જૂને મુંબઈ પહોંચ્યું હતું. પરંતુ હજુ પણ ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભના ભાગોને આવરી લેતું નથી. 1 જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી ભારતમાં 20 ટકા ઓછો વરસાદ પડ્યો છે અને 12 અને 18 જૂન વચ્ચે વરસાદ લાવવાની સિસ્ટમમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. મંગળવારે IMDએ કહ્યું કે જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. જૂન અને જુલાઈ એ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિનાઓ માનવામાં આવે છે કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે.


  • Follow us on: