મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માળખામાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે કેમ કે આગામી પાંચ વર્ષમાં મહત્તમ મુંબઈ શહેરને સંપૂર્ણપણે નવું રૂપ આપવા માટે રિંગ રોડ પ્રોજેક્ટ્સની એક હારમાળા શરૂ થનારી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(MMRDA)એ એક મહત્ત્વાકાંક્ષી માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.


જે મુંબઈ મહાનગર ક્ષેત્ર(MMR)માં ફેલાયેલા માર્ગો, પુલો, સુરંગો અને ફ્લાયઓવરોના વિશાળ નેટવર્ક મારફત શહેરની કનેક્ટિવિટીને એક નવું જ રૂપ આપવામાં આવશે, તેમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. ઉત્તરમાં વડોદરા પાસે ગુજરાતની સીમાથી લઈને દક્ષિણમાં અલિબાગ સુધી ફેલાયેલ આ વ્યાપક પ્રોજેક્ટનો ઉદ્દેશ 2029 સુધીમાં શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાને સાવ હળવી કરવાનું છે. અંદાજે રૂ. 58,517 કરોડના ખર્ચે તૈયાર થનારા આ માર્ગો હાલની અને આગામી મેટ્રો સિસ્ટમ્સ, પુલો, ફ્લાઇઓવર્સ સાથે જોડાશે જેને પરિણામે મુંબઈનો પ્રવાસ ઝડપી અને સરળ થશે અને ગમે ત્યાં એક કલાકની અંદર પહોંચી શકાશે તેમ દાવો કરવામાં આવે છે.

પ્રોજેક્ટ પર લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની અપેક્ષા

આ રિપોર્ટમાં જણાવાયું છે કે આ રિંગ રોડ યોજના લગભગ 90.18 કિલોમીટરના વધારાના રોડ નેટવર્કને પ્રસ્તુત કરશે, જે સાત ટાપુ પર વસેલા આ શહેરને મુખ્ય ભૂમિ અને તેની આગળ જોડશે. નવા માર્ગો, ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ અને જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં સુધારા સહિત આમ પ્રોજેક્ટ પર લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની અપેક્ષા છે. આ યોજનાનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસું પૂર્વ-પશ્રીમ કનેક્ટિવિટી છે જેના પર ધ્યાન કેન્દ્રિત થશે. મુંબઈકરોને માટે આ કનેક્ટિવિટી લાંબા સમયથી મોટો પડકાર બની રહી છે.


  • Follow us on: