- કોસ્ટલ રોડનો વર્લી-હાજી અલી વચ્ચે ઉત્તર તરફનો રસ્તો ખૂલ્યો
- 7 મિનિટમાં પુરો થશે 10 મિનિટનો સફર
- ભવિષ્યમાં મરીન ડ્રાઇવથી સી લિંક પહોંચી શકાશે
ધર્મવીર સ્વરાજ્ય રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઇ કોસ્ટલ રોડ પરિયોજનાના ત્રીજા તબક્કાને આજથી અસ્થાયી રૂપે શરૂ કરી દેવામાં આવ્યો છે. હાજી અલીથી વરલી સુધીનો કોસ્ટલ રોડ 11 જુલાઈના રોજ સવારે 7 વાગ્યાથી શરૂ કરાયો. આ અંતર લગભગ 3.5 કિમી છે. આ રોડ શરૂ થતા વાહનો મરીન ડ્રાઇવથી સીધા વર્લી પહોંચી શકશે.
આટલા દિવસ જ રહેશે ખુલ્લો
હાજી અલીથી વર્લીના ખાન અબ્દુલ ગફાર ખાન રોડ અને હાજી અલીના આર્મ 8ને જોડતો રસ્તો, જે લોટસ જેટી જંક્શનથી હાજી અલીના મુખ્ય પુલ સુધી ઉત્તર તરફની ગલી પર જાય છે, તે સોમવારથી શુક્રવાર સુધી 7:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
આ દિવસે રોડ રહેશે બંધ
જો કે પ્રોજેક્ટનું કામ બાકી છે. આ બાકી કામ પૂર્ણ કરવા માટે શનિવાર અને રવિવારે રસ્તો બંધ રહેશે. કોસ્ટલ રોડનો ત્રીજો તબક્કો ઉત્તર તરફનો 3.5-કિલોમીટરનો પટ છે જે હાજી અલીને વર્લી સાથે જોડે છે.
સીએમ શિંદેએ કર્યુ હતુ નિરીક્ષણ
મહત્વનું છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ માર્ગને મુસાફરો માટે ખુલ્લો મૂક્યો તે પહેલાં તેનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઉપનગરો) ડૉ. અમિત સૈની, ચીફ એન્જિનિયર (મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ) ગિરીશ નિકમ, ડેપ્યુટી ચીફ એન્જિનિયર માનતૈયા સ્વામી અને અન્ય અધિકારીઓ હતા.
પ્રથમ-બીજા તબક્કાનું થયુ હતું ઉદ્ઘાટન
- ઉલ્લેખનીય છે કે 10 જૂનના રોજ, વર્લીથી મરીન ડ્રાઈવને જોડતા ધર્મવીર સ્વરાજ્ય રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડના બીજા તબક્કાનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે સીએમ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોડ હાજી અલી અને અમરસનથી 6.25 કિમી દૂર છે.
- પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન 11 માર્ચે સીએમ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે BMCએ તેના 2022-23ના બજેટમાં મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 3200 કરોડ ફાળવ્યા હતા.









