- મુંબઇમાં ભારે વરસાદને લઇને એલર્ટ
- દરિયામાં ઉછળ્યા ઊંચા ઊંચા મોજા
- લોકો આ નજારો જોવા દરિયાકાંઠે થયા એકઠા
દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો ક્યાંક વરસાદને લઇને પુરની સ્થિતિ નિર્માણ પામી છે. તેવામાં આજે દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે મુંબઇમાં તેની અસર જોવા મળી રહી છે.
હાઇ ટાઇડના દ્રશ્યો
મહારાષ્ટ્રમાં વરસાદી એલર્ટને પગલે મુંબઇમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. મુંબઈમાં મરીન ડ્રાઈવ દરિયામાં હાઇ ટાઇડ જોવા મળી રહી છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે લોકો આ નજારાને જોવા મરીન ડ્રાઇવ એકઠા થયા છે. મહત્વનું છે કે IMD એ આજે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં એલર્ટ
આવનાર 24 કલાકમાં આસામ, સિક્કિમ, દક્ષિણ બિહાર, ઝારખંડ, ઉત્તર છત્તીસગઢ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, કોંકણ અને ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, તેલંગાણા, વિદર્ભ, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, કેરળ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઘણા રાજ્યોમાં હળવો વરસાદ અથવા ઝરમર ઝરમર ઝરમર ઝરમર વરસાદની શક્યતા છે. IMD એ આજે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.









