મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. હવામાન વિભાગે મુંબઇ અને ઉપનગરીય વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જથી લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3-4 કલાકમાં ભારે વરસાદ સાથે તીવ્ર પવન ફૂંકાશ તેવી આગાહી કરવામાં આવી છે. સવારે 10 કલાકની આસપાસ વરસાદ ઓછો થઇ ગયો પરંતુ ઠેર ઠેર પાણી ભરાતા રેલ્વે અને હવાઇ સેવા પ્રભાવિત થઇ છે. ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે.


[[$googlead]]

ટ્રાફિક જામ

મુંબઈ આઈએમડીએ આગામી 24 કલાક દરમિયાન મુંબઈના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે.

[[$alsoread]]

વરસાદને કારણે ટ્રેન અને ફ્લાઇટના સમયપત્રક પર અસર

વરસાદને કારણે ફ્લાઇટ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ ગ્રાહકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. સ્પાઇસજેટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ખરાબ હવામાન (ભારે વરસાદ)ને કારણે, બધી પ્રસ્થાન/આગમન અને તેમની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ http://spicejet.com/#status દ્વારા તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસતા રહે.

આ ઉપરાંત એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. વરસાદ અને વાવાઝોડાને કારણે મુંબઈમાં ફ્લાઇટ સેવા પ્રભાવિત થઈ રહી છે. મુસાફરીના અનુભવને સરળ બનાવવા માટે અમે અમારા મુસાફરોને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

રેલ સેવાઓ પ્રભાવિત

મુંબઈમાં સતત વરસાદને કારણે રેલ્વે ટ્રેક પર ભારે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકલ ટ્રેન સેવાઓ મોડી પડી હતી. ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં પાંચથી દસ મિનિટ મોડી ચાલી રહી છે. ટ્રેન મોડી પડતા મુસાફરો પરેશાન થઇ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે થોડા કલાકો સુધી સતત વરસાદને કારણે મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રેલ્વે ટ્રેક પણ પ્રભાવિત થયા હતા, જેના કારણે સોમવારે સવારે રોડ ટ્રાફિક અને લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી.

ભારે વરસાદને કારણે મસ્જિદ, ભાયખલા, દાદર, માટુંગા અને બદલાપુર રેલ્વે સ્ટેશનો પર મધ્ય રેલ્વે નેટવર્કના ટ્રેક પાણીમાં ડૂબી ગયા હતા. જેના કારણે સવારના પીક અવર્સ દરમિયાન ટ્રેનોની અવરજવર ધીમી પડી ગઈ હતી. ઉપનગરીય લોકલ ટ્રેનો દોડી રહી છે પરંતુ કેટલીક જગ્યાએ તેમની ગતિ ધીમી છે તેમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું.

આ વિસ્તારોમાં ભરાયા પાણી

મુસાફરોએ ફરિયાદ કરી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનો મોડી ચાલી રહી છે. જોકે, પશ્ચિમ રેલવેએ દાવો કર્યો હતો કે તેના ટ્રેક પર કોઈ પાણી ભરાયું નથી અને ટ્રેનો તેના કોરિડોર પર સામાન્ય રીતે ચાલી રહી છે. મુસાફરોએ પણ ટ્રેનો મોડી પડવાની ફરિયાદ કરી હતી. કિંગ્સ સર્કલ, મંત્રાલય, દાદર ટીટી પૂર્વ, પરેલ ટીટી, કાલાચોકી, ચિંચપોકલી અને દાદર સ્ટેશન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનોની અવરજવર પર અસર પડી હતી.

  • Follow us on: