• મુંબઇમાં ભારે વરસાદની આગાહી
  • વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
  • આગામી 3-4 કલાકોમાં મેઘો થશે મહેરબાન
મુંબઇમાં 9 જૂને ચોમાસાનું આગમન થયુ છે ત્યારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ થતા મુંબઇવાસીઓએ ગરમીથી રાહત મેળવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર મુંબઇમાં આખુ અઠવાડિયુ વાદળછાયુ વાતાવરણ રહેશે તેમજ વીજળીના ચમકારા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

અહીં વરસાદ તૂટી પડશે

મુંબઇમાં ક્યા વરસાદ થશે તેને લઇને આઇએમડી મુંબઇ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી કલાકોમાં 40 -50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના ચમકારા વચ્ચે મધ્યમથી ભાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગીરી, સિંધુદુર્ગ, સાંગલી, બીડ, જાલના, નાસિક, પુણે, સતારામાં વરસાદની આવી આગાહી કરવામાં આવી છે.

દરિયામાં ભરતીની આશંકા

આ ઉપરાંત આજે સાંજે 4:25 કલાકે દરિયામાં 3.93 મીટર ઉંચી ભરતી અને 9:02 કલાકે 1.58 મીટર લૉ ટાઇડ  આવવાની શક્યતા છે. જ્યારે 13 જૂને, 04:16 વાગ્યે 3.11 મીટરની હાઇ ટાઇડ જ્યારે
 10:45 વાગ્યે 1.97 મીટર  લો ટાઇડની  અપેક્ષા છે.

  • Follow us on: