• મુંબઈમાં ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સ્થિતિ
  • હવામાન વિભાગે મુંબઈમાં બે દિવસ વરસાદની કરી આગાહી
  • કેરળનું ચોમાસુ આગળ વધીને સત્તાવાર રીતે મુંબઈમાં આવી ચુક્યું


ભારતીય હવામાન વિભાગે સિંધુ દુર્ગમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ અને પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વીજળી અને ભારે પવન ફુંકાવાની તેમજ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

 જેની ઘણા સમયથી ચાતકની નજરની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ ઘડી આવી ગઈ. કેરળ બાદ ઉપર આગળ વધેલું ચોમાસુ મુંબઈમાં આવી ચુક્યું છે. ગત રોજ એટલે કે શનિવારની રાત્રી અને રવિવારની સવારે મુંબઈ નગરમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ પછી મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે આજે એટલે કે રવિવાર માટે યલો એલર્ટ જાહેર કરેલું હતું. જે બાદ આજે આખા મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જો કે વરસાદ બાદ લોકોને હાલાકી પણ જોવા મળી હતી. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસ માટે મુંબઈમાં મોનસૂનના આગમન માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

 

 

ચોમાસુ બેઠું હોવાની પ્રબળ શકયતા

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બેથી ત્રણ દિવસમાં મધ્ય અરબ સાગર, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તાર, તેલંગાણામાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આગળ વધવા અનુકૂળ પરિસ્થિતિની આગાહી કરાઈ છે. આ દરમિયાન હવામાન કચેરીએ પ્રતિકૂળ હવામાનની સ્થિતિને જોતા લોકોને આજે બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે.

મુંબઈ શહેરમાં પાણી ભરાવાનું અને ટ્રાફિક જામ

મુંબઈના જુદાજુદા વિસ્તારમાં પાણી ભરાવાની તેમજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. જેનાથી લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ વહીવટી તંત્રએ સ્થિતિને થાળે પાડવા જરૂરી પગલાં લેવાનું શરૂ કર્યું છે.

  

IMDએ વરસાદનું એલર્ટ આપ્યું

દક્ષિણ-પશ્ચિમનું ચોમાસુ આગળ ધપે તેની પહેલા આઈએમડીએ જણાવ્યું કે, અરબ સાગર, દક્ષિણ મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, દક્ષિણ ઓડિશાના કેટલાક હિસ્સાઓ તેમજ તટીય આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. આઈએમડીની એક પોસ્ટમાં લખ્યું કે દક્ષિણ -પશ્ચિમ ચોમાસુ આજે નવ જૂન-2024ના રોજ મધ્ય અબ સાગર, દક્ષિણ મહારાષ્ટ્રી, તેલંગાણા અને દક્ષિણ છત્તીસગઢના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે.

સમય પહેલા ચોમાસાનું આગમન

આ વર્ષે ચોમાસાની શરુઆત બે દિવસ પહેલા થઈ હતી. કારણ કે, આની સામાન્ય શરૂઆત પહેલી જૂનથી થતી હોય છે. આ વર્ષે કેરળમાં વ્યાપક વરસાદ થયો છે. જેને ચોમાસાનું વહેલા આગમનનો સંકેત ગણાય છે. મુંબઈ પણ ચોમાસા માટે તૈયાર છે. અને વહીવટી તંત્રે જણાવ્યું કે જરૂરી ઉપાય કરાઈ રહ્યા છે. જેથી વરસાદને લીધે જનજીવનને નુકસાન ન થાય. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ ઘરથી બહાર જતા સાવધાન રહે અને વહીવટી તંત્રના આદેશોનું પાલન કરો.

 

  • Follow us on: