ભારતીય રિઝર્વ બેંકે બુધવારે મોબાઇલ ફોન દ્વારા પૈસાની ચુકવણી કરનારા લોકોને ખુશખબર આપ્યા છે. આરબીઆઇએ યુપીઆઇ લાઇટ વોલેટ લિમિટ પાંચ હજાર રૂપિયા અને પ્રતિ લેવડદેવડની લિમિટ એક હજાર રૂપિયા સુધી વધારી દીધી છે. આ પગલાનો હેતુ મોબાઇલ ફોન દ્વારા તાત્કાલિક ચુકવણી કરવાની સિસ્ટમને વધારે પ્રોત્સાહિત કરવાનો છે.


યુપીઆઇ લાઇટ દ્વારા પૈસાની લેવડદેવડ ઓફલાઇન થઈ શકે છે. એટલે કે આવા નાણાવ્યવહારમાં વધારાની સુરક્ષા સાબિતી (એએફએ)ની જરૂર નથી પડતી અને લેવડદેવડની માહિતી રિયલ ટાઇમમાં મોકલવામાં નથી આવતી. અત્યાર સુધી ઓફલાઇન નાણાવ્યવહારોની મહત્તમ લિમિટ 500 રૂપિયા હતી અને એક ઉપકરણ પર ચુકવણી માટેની લિમિટ 2000 રૂપિયા હતી. આરબીઆઇએ બુધવારે જાન્યુઆરી 2022માં પ્રસિદ્ધ ઓફલાઇન માળખામાં સુધારો કર્યો જેથી નાની રકમની ચુકવણીને ઓફલાઇન મોડમાં સુગમ કરી શકાય. આરબીઆઇએ એક અધિસૂચનામાં કહ્યું કે, યુપીઆઇ લાઇટ માટે વધેલી લિમિટ એક હજાર રૂપિયા પ્રતિ લેવડદેવડ હશે અને કુલ લિમિટ પાંચ હજાર રૂપિયા હશે.


  • Follow us on: