- દુશ્મન દેશોની મિસાઇલોનો બોલાવશે ખાત્મો
- NAG-Mk2 મિસાઇલ લાવવાની તૈયારી
- નાગ-એમકે2ના હુમલાથી બચવું ખૂબ મુશ્કેલ
દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત દરેક પ્રયાસો કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનના નાપાક મનસૂબાને ધ્વસ્ત કરવાની ભારત તાકાત ધરાવે છે. ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યુ છે.ત્યારે હવે ભારત એવી મિસાઇલ સિસ્ટમ સજ્જ કરી રહ્યું છે કે જેનાથી દુશ્મનોના સૈન્ય વાહનને દૂરથી નષ્ટ કરી દેવાશે. આ અંગે વધુ માહિતી જણાવી હતી ડીઆરડીઓના ચીફ દ્વારા.
DRDO લાવ્યુ એડવાન્સ મિસાઇલ
ભારતની નાગ એન્ટી ટેન્ક મિસાઈલ સિસ્ટમ કે જે દુશ્મનોની ટેન્ક અને સશસ્ત્ર સૈન્ય વાહનોને દૂરથી નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. DRDO હવે તેનું નવું,એડવાન્સ, ખતરનાક વર્ઝન લાવવા જઈ રહ્યું છે. તેનું નામ Nag-Mk 2 એડવાન્સ્ડ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ. જ્યારે આ મિસાઇલ યુદ્ધના મેદાનમાં પહોંચી ત્યારે દુશ્મનની ટેન્ક મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
ટાર્ગેટ બચી નહી શકે
આ અંગે DRDO ચીફ ડૉ. સમીર વી. કામતે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે નાગ-એમ કે 2 તેના જૂના વર્ઝન કરતાં ઘણું સારી હશે. વજનમાં હલકી, દરેક સિઝનમાં કામ કરનારી, ફાયર એન્ડ ફોર્ગેટ તકનિકથી સજ્જ હશે. જેમાં મિસાઇલ લોન્ચ કર્યા બાદ લોક ઓનનો ઓપ્શન હશે. એટલે કે એકવાર ટાર્ગેટ મિસાઇલના નિશાના પર આવી ગયો તો બચી નહી શકે.
ટૂંક સમયમાં થશે પરીક્ષણ શરૂ
આ ટેક્નોલોજીઓથી સજ્જ થયા પછી નાગ-એમકે2ના હુમલાથી બચવું ખૂબ મુશ્કેલ હશે. તેની રેન્જ વધારવામાં આવી રહી છે. અને તેનું પર્ફોમન્સ પણ સુધારવામાં આવી રહ્યું છે. આ વખતે એન્ટિ ટેંક ગાઇડેડ મિસાઇલ વોરફેર સિસ્ટમમાં હેલિના મિસાઇલ પ્રોગ્રામને પણ એ઼ડ કરવામાં આવશે. સાથે જ તેમાં જેટ વેન વેન કંટ્રોલ સિસ્ટમ હશે. આ તેની ચોકસાઈમાં વધુ સુધારો કરશે. આ યુદ્ધ પ્રણાલીનું પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ થશે.
જૂના સંસ્કરણનું પૂરું નામ નાગ મિસાઇલ કેરિયર (NAMICA) હતું. તેનો ઉપયોગ આર્મી અને એરફોર્સ બંને દ્વારા કરવામાં આવે છે. મિસાઈલનું વજન 43 કિલો છે. લંબાઈ 6.1 ફૂટ છે. તેની મિસાઇલોમાં 8 કિલોગ્રામ વિસ્ફોટકો લગાવવામાં આવ્યા છે જે ટેન્ડમ-ચાર્જ્ડ હીટ એટલે કે બંકરો, ટેન્ક અને બખ્તરબંધ વાહનોને ઉડાડી શકે છે.
નાગની રેંજ 500 મીટરથી 4 કિમી છે. હેલિના એટલે કે ધ્રવાસ્ત્રની 7 થી 10 કિમી છે. આ ઉપરાંત સંક મિસાઇલની રેન્જ 15 થી 20 કિમી છે. તેની મિસાઇલોની રેન્જ અલગ-અલગ છે, જે અલગ-અલગ ઝડપે ઉડે છે. તે અધવચ્ચે દિશા પણ બદલી શકે છે.