• આ ઘટનાની ચપેટમાં ઈન્ડિગો કંપનીના 2 એન્જીનિયર આવી ગયા હતા
  • ઇજાગ્રસ્ત બંને એન્જિનિયરોની ઉંમર 28 અને 33 વર્ષની છે
  • તેમને તાત્કાલીક સારવાર આપવામાં આવી, તેમની હાલત સ્થિર છે

નાગપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે વીજળી પડી હતી. આ ઘટનાની ચપેટમાં ઈન્ડિગો કંપનીના 2 એન્જીનિયર આવી ગયા હતા. એરપોર્ટ પર કિંગ્સવે હોસ્પિટલના ડોક્ટર મોહમ્મદ એતેશામે જણાવ્યું હતું કે તેની અસરને કારણે એક એન્જીનિયર બેહોશ થઈ ગયો હતો. જ્યારે બીજાના જમણા હાથમાં નબળાઈ આવી ગઈ છે.

એતેશામે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે જ્યારે બંને એન્જિનિયરો તેમના વોકી-ટોકી સેટ પર ઈન્ડિગો ફ્લાઈટના કેપ્ટન સાથે વાત કરી રહ્યા હતા. જે સાંજે 5 વાગ્યે આવી હતી. તેમણે કહ્યું કે બંનેને કિંગ્સવે હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

અધિકારે જણાવ્યું કે ઇજાગ્રસ્ત બંને એન્જિનિયરોની ઉંમર 28 અને 33 વર્ષની છે. આ મામલે ઈન્ડિગો તરફથી જણાવવામાં આવ્યું હતું કે નાગપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉભી ઈન્ડિગો એટીઆર પર વીજળી પડી ગઈ છે. ફલાઈટમાં સામેલ બે અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલીક સારવાર આપવામાં આવી અને બંનેની હાલત સ્થિર છે.


  • Follow us on: