- PM મોદીએ અમદાવાદમા્ં કર્યુ મતદાન
- રાણીપ ખાતે કર્યુ મતદાન
- મતદાન કરીને બહાર આવ્યા બાદ હળવા મૂડમાં દેખાયા પીએમ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ ત્રીજા તબક્કાના મતદાતાઓને મતદાનનો રેકોર્ડ બનાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું.
બાળકને વરસાવ્યુ વ્હાલ
પીએમ મોદીએ રાણીપ ખાતે મતદાન કર્યા બાદ તેઓ હળવા મૂડમાં દેખાયા હતા. પીએમ મોદી બાળકોને ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા હતા. પીએમ મોદી આ દરમિયાન ભૂલકાંને હાથમાં તેડીને વ્હાલ પણ વરસાવ્યું હતુ. મહત્વનું છે કે પીએમ મોદીને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો પીએમ મોદીને મળવા ઘણા જ ઉત્સુક જણાયા હતા.
રાણીપની નિશાન સ્કૂલમાં PM મોદીએ મતદાન કર્યું
રાણીપની નિશાન સ્કૂલમાં PM મોદીએ મતદાન કર્યું છે. સવારે 7.30 વાગ્યે PM મોદી નિશાન સ્કૂલમાં પહોંચી ગયા હતા. તેમજ PM મોદી સાથે અમિત શાહ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે ગુજરાત આવી ગયા હતી. જેમાં મોડી સાંજે પીએમ મોદી અમદાવાદ ખાતે આવી ગયા હતા. તેમજ રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યું છે. તથા આજે સવારે રાણીપ ખાતે મતદાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મતદાન કરવા અપીલ કરી છે. તેમજ જણાવ્યું છે કે લોકતંત્રમાં મતદાન સામાન્ય કામ નથી. આ ખૂબ મહત્વપૂર્ણ કામ છે.









