• આપ્યું નવી સરકારનું સમર્થન પત્ર
  • 9 જૂને લેશે શપથ ગ્રહણ
  • અનેક દિગ્ગજો રહેશે શપથ ગ્રહણમાં હાજર

નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ મુર્મૂએ આમંત્રણ આપ્યું છે. આ સાથે જ તેઓ અહીં નવી સરકાર બનાવવા માટેનું સમર્થન પત્ર આપશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી 9મી જૂને નવી સરકાર માટેના શપથ ગ્રહણ કરશે અને સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ આ શપથ ગ્રહણમાં હાજર રહેશે.

દેશવાસીઓએ અવસર આપ્યો તે બદલ આભાર

[[$googlead]]

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સપનાને સાકાર કરવાનો પડાવ છે. 18મી લોકસભા નવી ઉર્જીનું પ્રતીક છે. આ કંઈ કરી લેવાની લોકસભા છે. એનડી સતત ત્રીજી વાર સરકાર બનાવી રહ્યું છે. જૂની ગતિ સાથે કામ કરીશું. દેશની આકાંક્ષાઓને પૂરી કરવામાં કોઈ ખામી રાખીશું નહીં. જનતાએ દેશની સેવા કરવાનો જે અવસર આપ્યો છે તેને નીભાવીશું. બે ટર્મમાં દેશ આગળ વધ્યો છે. સમાજના દરેક તબક્કામાં પરિવર્તન નોંધાયું છે. 25 કરોડ લોકો ગરીબીની રેખાથી બહાર આવ્યા. દુનિયાની સાથે વિશ્વબંધુત્વ સાથે ભારત આગળ વધી રહ્યું છે. આવનારા 5 વર્ષ સરકાર માટે ખાસ રહેશે. સ્થિર સરકારમાં ઝડપથી વધારો જોવા મળશે. 

[[$alsoread]]


બપોરે યોજાઈ હતી એનડીએની બેઠક

બપોરે દિલ્હીમાં એનડીએની સંસદીય બેઠક યોજાઈ અને તેમાં નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી ફરીથી એનડીએના સંસદીય દળના નેતા બનાવવામાં આવ્યા છે. ખતમ કર્યા બાદ પીએમ મોદી અનેક દિગ્ગજોના આર્શીવાદ લેવા પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીના ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. એલ. કે અડવાણીને મળ્યા બાદ મુરલી મનોહર જોષીને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મુરલી મનોહર જોષીએ ખેસ પહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. આ પછી નરેન્દ્ર મોદી રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા. રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીનું મો મીઠુ કરાવીને જીતની શુભકામના પાઠવી હતી.


NDA પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને મળ્યા બાદ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિશ કુમાર, એકનાથ શિંદે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, NDAએ દ્રૌપદી મુર્મૂને સમર્થન પત્ર સુપરત કર્યો છે. અને 9 જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.


જાણો શપથ ગ્રહણમાં કોણ કોણ રહેશે હાજર

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. સમારોહ માટે નેપાળ, ભૂટાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના રાજ્યોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ માહિતી આપી હતી. 

  • Follow us on: