- નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા ચૂંટાયા
- નરેન્દ્ર મોદી હાલ સેન્ટ્રલ હોલમાં કરી રહ્યા છે સંબોધન
- નરેન્દ્ર મોદી 9 જૂને લેશે શપથ
NDAની સંસદ દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદ દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સેન્ટ્રલ હોલમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે આ પળ મારા માટે ભાવુક કરી દેનારી છે, તેમણે કહ્યું કે તમારો વિશ્વાસ સૌથી મોટી પૂંજી છે એનડીએ દળની વચ્ચે મજબૂત વિશ્વાસ છે. સાથે જ તેમણે પાર્ટી કાર્યકર્તાઓના પુરુષાર્થને નમન કર્યા હતા અને કહ્યું કે લાખો કાર્યકર્તાઓની દિવસ રાતની મહેનત છે. એનડીએના નેતા બનવું મારું સૌભાગ્ય છે.
NDA સૌથી સફળ એલાયન્સ
પીએમ મોદીએ કહ્યું કે હું કહી શકુ છું કે આ સૌથી સફળ એલાયન્સ છે. આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આ એલાયન્સે 30 વર્ષમાંથી 5-5 વર્ષના 3 ટર્મ સફળતા પૂર્વક પાર કર્યા છે. અને એલાયન્સ ચોથા ટર્મમાં એન્ટર થઇ રહ્યું છે. એનડીએ સત્તા પ્રાપ્ત કરવાનો કે સરકાર ચલાવવા માટે કેટલાક દળનો જમાવડો નથી. રાષ્ટ્ર પ્રથમ પ્રત્યે કમિટેડ બેઠેલો આ સમૂહ છે. ભારતની રાજનીતિક વ્યવસ્થામાં એનડીએ એક ઓર્ગેનિક એલાયન્સ છે.
આગામી 10 વર્ષનો લક્ષ્યાંક
એનડીએના લોકોમાં જે સમાન લાગે છે તે છે ગુડ ગર્વનન્સ છે. તેમણે વધુમાં જણાવ્યું કે એનડીએ સરકાર અમે આગામી દસ વર્ષમાં ગુડ ગર્વનન્સ, વિકાસ, નાગરિકોના જીવનની ક્વોલિટી ઓફ લાઇફ તથા મારુ સપનું છે કે સામાન્ય માનવીના જીવનમાંથી ખાસ કરીને મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી સરકારની દખલ જેટલી ઓછી હોય એટલુ લોકતંત્ર મજબૂત. અમે વિકાસનો નવો અધ્યાય લખીશું. સૌ મળીને વિકસિત ભારતના સપનાને સાકાર કરીને રહીશું. સદનમાં કોઇ પણ દળનો પ્રતિનિધિ હોય મારા માટે સૌ સમાન જ છે.
વિપક્ષ પર સાધ્યુ નિશાન
PM મોદીએ વિપક્ષ પર નિશાનો તાકતા કહ્યું કે 5 વર્ષ સુધી હવે ઇવીએમ શબ્દ સાંભળવા નહી મળે. ઇવીએમએ વિપક્ષને ચૂપ કરી દીધુ. પીએમ મોદીએ સવાલ કર્યો કે ઇવીએમ જીવે છે કે મરી ગયું ? તેમણે ઇન્ડિ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે ભારતને નાગરિકોને ચૂંટણી પ્રત્યે અવિશ્વાસ પેદા કરવાનું ષડયંત્ર કરી રહ્યા હતા. 1થી 4 જૂન વચ્ચે હિંસા ફેલાવવાની કોશિશ કરવામાં આવી.
એનડીએ સૌથી મજબૂત ગઠબંધન
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ગઠબંધનના ઇતિહાસમાં જોઇએ તો એનડીએ સૌથી મજબૂત ગઠબંધનની સરકાર છે. દેશવાસીઓ જાણે છે કે ન અમે હાર્યા હતા. ન હાર્યા છીએ. પરંતુ 4 તારીખ પછીનો વ્યવહાર જે રહ્યો છે તે જણાવે છે કે અમે વિજયને પચાવવો કેવી રીતે તે જાણીએ છીએ. પરાજિત લોકો પ્રત્યે ઉપહાસ કરવાના અમારા સંસ્કાર નથી. પહેલા એનડીએ હતી. આજે છે અને આવતીકાલે પણ રહેશે.
10 વર્ષ પછી પણ કોંગ્રેસ 100ના આંકડાને પાર નહી કરી શકે
10 વર્ષ પછી પણ કોંગ્રેસ 100ના આંકડાને નહી પહોંચી શકે. જો હું 2019 અને 2024, 2014 આ ત્રણ ચૂંટણીની વાત કરુ તો 3 ચૂંટણીમાં તેમને જે સીટ મળી છે તેનાથી વધારે અમને સીટ આ ચૂંટણીમાં મળી છે.ઇન્ડિ.ગઠબંધનને અંદાજ નથી તેઓ ધીરે ધીરે ડૂબી રહ્યા હતા પરંતુ હવે તેજ ગતિથી ડૂબશે.
નરેન્દ્ર મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
- તમને સૌને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે.
- આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરીશું
- વિજયી સાથી અભિનંદનના અધિકારી છે
- એનડીએમાં લોકતંત્રનું પ્રતિબિંબ છે
- 22 રાજ્યોમાં સેવાનો અવસર મળ્યો
- 7 આદિવાસી બહુલ રાજ્યોમાં એનડીએની સરકાર
- સર્વપંથ સમભાવ
- બેઠક બાદ રાષ્ટ્રપતિ ભવન જઈ શકે છે મોદી
- દેશ ચલાવવા સર્વસંમતિ જરૂરી
- વિકસિત ભારતનું સપનું સાકાર કરીશું
- NDAનો મતલબ ગુડ ગર્વનન્સ
- અમારા કેન્દ્ર બિંદુમાં ગરીબ કલ્યાણ
- NDA સૌથી સફળ એલાયન્સ
- વિકસિત ભારતનું સપનું સાકાર કરીશું
- NDAમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના
- 22 રાજ્યોમાં આજે NDAની સરકાર









