• સી. આર. પાટીલ હાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છે
  • સી. આર. પાટીલે 2022માં ભાજપને રેકોર્ડ બ્રેક જીત અપાવી
  • મોદી સરકાર 3.0માં પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

આજે મોદી સરકારની શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે 3 જી વખત શપથ લીધા હતા. આ સાથે જ મોદી સરકારના કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જેમાં સી.આર. પાટીલે પણ મંત્રી પદ તરીકેના શપથ લીધા હતા. આ ઉપરાંત ઉપરાંત રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, પીયૂષ ગોયલ, મનોહર લાલ ખટ્ટરે સહિતના નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

સી.આર.પાટીલની રાજકીય સફર

સી. આર. પાટીલે 1989માં ભાજપમાં જોડાયા હતા. તેમણે અંદાજે 1991માં રાજકારણમાં ઝંપલાવ્યું. પાટીલ 2009માં નવસારીથી લોકસભાની ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેમના નામનો પ્રસ્તાવ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ પછી તેઓ 2014માં નવસારી બેઠક પરથી પણ જીત્યા હતા અને 2019માં તેમણે સૌથી મોટી જીત હાંસલ કરવાનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

2020માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા

ગુજરાતમાં સી.આર. પાટીલને 2020માં પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીતમાં દરેક વ્યક્તિ તેમની સંગઠનાત્મક કુશળતાના ચાહક બની ગયા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી રહેલા પાટીલની ટિકિટ કપાઈ શકે તેવી અટકળો વહેતી થઈ હતી. વાસ્તવમાં ભાજપમાં એક વ્યક્તિ, એક પદનો સિદ્ધાંત લાગુ પડે છે, પરંતુ પાર્ટીએ તેમને ફરીથી ઉમેદવાર બનાવીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત

સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત કરીએ તો 2009માં કોંગ્રેસે પાટીલ સામે પ્રાંતીય ઉમેદવાર ધનસુખ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. નવસારી લોકસભા બેઠક પર 2019માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ભવ્ય જીત મેળવી હતી અને દેશમાં સૌથી વધારે લીડથી જીતનારા સાંસદ બન્યા હતા. આ વખતે 2024ની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર સી. આર. પાટિલ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો. ભાજપના સી. આર. પાટિલે નવસારીમાં ભવ્ય જીત મેળવી છે.

નવસારીમાં પાટિલ 6 લાખથી વધારે લીડ સાથે જીત્યા

નવસારી બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી નૈષધ દેસાઈને મેદાનમાં ઉતર્યા હતા. જેની સામે પાટીલે 76 હજારથી વધુ વોટના માર્જિનથી ભવ્ય જીત મેળવી છે. ગુજરાતની નવસારી લોકસભા બેઠક ભાજપનો ખૂબ જ મજબૂત ગઢ છે. 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાની વોટબેન્કમાં સતત વધારો કર્યો છે. 2019ની ચૂંટણીમાં નવસારી ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સી. આર. પાટીલે 6,89,688 મતોથી ભવ્ય જીત મેળવી હતી.

  • Follow us on: