• શપથ સમારોહને ભવ્ય બનાવવાની તૈયારીઓ
  • 8000 લોકો રહી શકે છે હાજર
  • 9જૂને સાંજે લઇ શકે છે શપથ
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરકારે રાષ્ટ્રપતિ સચિવાલયમાંથી 7000 થી 8000 લોકો માટે જગ્યા માંગી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેઓ રવિવારે (9 જૂન) શપથ લઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ભવ્યાતિભવ્ય શપથ સમારોહ
લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા. એનડીએએ બહુમત મેળવી લીધી. આજે નરેન્દ્ર મોદીને એનડીએના નેતા બનાવવામાં આવ્યા. સેન્ટ્રલ હોલમાં સંસદીય દળની બેઠક મળી હતી જેમાં નરેન્દ્ર મોદીને સર્વાનુમતે એનડીએના નેતા પસંદ કરાયા હતા. ત્યારે હવે 9 જૂને સાંજે 6 વાગે નરેન્દ્ર મોદી પીએમ પદના શપથ લઇ શકે છે. ત્યારે શપથ ગ્રહણ સમારોહ ભવ્યાતિભવ્ય યોજાય તેને લઇને તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

ત્રીજી વખત લેશે શપથ
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરકારે રાષ્ટ્રપતિ સચિવાલયમાંથી 7000 થી 8000 લોકો માટે જગ્યા માંગી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લેવાના છે.

કોણ રહેશે હાજર?
પીએમ મોદીના ત્રીજા શપથ ગ્રહણ કાર્યક્રમમાં વકીલો, ડોક્ટરો, કલાકારો, સાંસ્કૃતિક કલાકારો, પ્રભાવશાળી લોકો અને વિવિધ વ્યવસાયો સાથે સંબંધિત વિવિધ ક્ષેત્રના અગ્રણી લોકોને પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ ધર્મોના 50 જેટલા અગ્રણી ધર્મગુરુઓને આમંત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાના શ્રમિકો, ટ્રાન્સજેન્ડર, વિકસિત ભારતના રાજદૂત, સ્વચ્છતા કાર્યકરો અને લાભાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવશે.

આ દિગ્ગજો પણ રહેશે હાજર
મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓ, NEC સભ્યો અને તમામ સાંસદો, ધારાસભ્યો, MLC, જિલ્લા પ્રમુખો, ક્લસ્ટર પ્રભારીઓ, લોકસભાના પ્રભારીઓ પણ ભાગ લેવાના છે. આ સાથે મન કી બાતના પાર્ટીસિપેન્ટ, આદિવાસી મહિલાઓ, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી વિજેતાઓ પણ શપથ સમારોહમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ જોવા મળશે.
  • Follow us on: