• સાંજે 7.15 કલાકે શપથગ્રહણ સમારોહ
  • ત્રીજી વખત નરેન્દ્ર મોદી બનશે દેશના વડાપ્રધાન
  • મલ્લિકાર્જુન ખડગેને મોકલાયુ છે આમંત્રણ
મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 કલાકે યોજાવા જઇ રહ્યો છે. તૈયારીઓ તમામ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે.
નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ અંગે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે.

કોંગ્રેસને અપાયુ છે આમંત્રણ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને શપથ ગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. જો કે તેઓ કોંગ્રેસ શપથ ગ્રહણમાં હાજરી આપશે કે નહીં તે અંગે ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આજે નિર્ણય લેવામાં આવશે.

માલદીવના રાષ્ટ્રપતિ પહોંચ્યા દિલ્હી
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂ ભારતના પ્રધાનમંત્રી-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા છે.


મોરેશિયસના પીએમ પહોંચ્યા દિલ્હી
મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ ભારતના વડા પ્રધાન પદ માટે નામાંકિત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા.


રજનીકાંત દિલ્હી જવા નીકળ્યા
અભિનેતા રજનીકાંત પણ પીએમ-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી જવા રવાના થયા છે. તેમણે એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે. આ ખૂબ મોટી ઉપલબ્ધિ છે. તેમને મારી શુભેચ્છાઓ.

વિદેશી મહેમાનો રહેશે હાજર
ભારતના પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
  • Follow us on:

[[$googlead]]