• નરેન્દ્ર મોદી ત્રીજી વખત લેશે પીએમ પદના શપથ
  • મોદી કેબિનેટમાં નીતિન ગડકરી હોવાની સૂત્રો દ્વારા માહિતી
  • સંભવિત મંત્રીઓને સવારથી શપથ માટે ફોન આવવાના શરૂ
મોદી 3.0 કેબિનેટના શપથ ગ્રહણ પહેલા,LJP-R સુપ્રીમો ચિરાગ પાસવાન, HAM પાર્ટીના આશ્રયદાતા જીતન રામ માંઝી, JDUના લલન સિંહ અને રામનાથ સિંહને ફોન આવ્યા છે. આ સિવાય બિહાર બીજેપીના અન્ય સાંસદોને પણ શપથ ગ્રહણ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે સંદેશ ન્યૂઝે આ અંગે જેડીયુ સાંસદ રામનાથ ઠાકુર સાથે વાતચીત કરી હતી.

કર્પૂરી ઠાકુરના પુત્ર છે રામનાથ
PM મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે પણ પોતાના મંત્રીઓની યાદી તૈયાર કરી છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા ઘણા નેતાઓને ફોન કરવામાં આવ્યા હતા જેમને મંત્રી પદ આપવામાં આવ્યું છે. જેડીયુના રામનાથ ઠાકુરને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. રામનાથ ઠાકુર બિહારના મોટા નેતા છે. તેઓ પછાત સમાજમાંથી આવે છે અને તેમના પિતા કર્પૂરી ઠાકુર પણ પછાત સમાજના મોટા નેતા હતા. કર્પૂરી ઠાકુરને થોડા સમય પહેલા ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

જનતાથી જોડાયેલા સવાલો ઉઠાવીશ
તેમણે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે મોદી મંત્રીમંડળમાં જોડાવા માટે નિમંત્રણ મળ્યુ છે. સદનમાં જઇને હું જનતાથી જોડાયેલા મુદ્દા ઉઠાવીશ. મિલી જુલી સરકાર ચલાવવામાં નરેન્દ્ર મોદીને કોઇ તકલીફ નહી પડે તેમ પણ જણાવ્યુ હતું.
  • Follow us on:

[[$googlead]]