- નરેન્દ્ર મોદી લેશે પીએમ પદના શપથ
- સંભવિત મંત્રીઓને શપથ માટે ફોન આવવાના શરૂ
- મંત્રી બનવા માટે નેતાઓને આવી રહ્યા છે ફોન
લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ પદના શપથ લેવા જઇ રહ્યા છે. સાંજે 7.15કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે. જેમાં હાજર રહેવા પાડોશી દેશના નેતાઓ દિલ્હી આવી પહોંચ્યા છે. દિલ્હીમાં ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે નેતાઓને મંત્રી બનવા માટેના ફોન આવી રહ્યા છે.
કોને કોને મંત્રી બનવા માટે આવ્યા ફોન?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીચે જણાવેલા નેતાઓને મંત્રી બનવા માટે ફોન આવ્યા હોવાનું સામે આવ્યું છે. સંભવિત મંત્રીઓ સાથે નરેન્દ્ર મોદી ચા પર ચર્ચા કરવા બોલાવી શકે તેમ સૂત્રો દ્વારા માહિતી મળી છે.
- લલનસિંહ
- અનુપ્રિયા પટેલ
- જયંત ચોધરી
- જીતનરામ માંઝી
- ટીડીપીના બે સાંસદો
- જેડીયુના રામનાથ ઠાકુર
- અર્જુનરામ મેઘવાલ
- સર્વાનંદ સોનવાલ
- નીતિન ગડકરી
- ચિરાગ પાસવાન
- મનસુખ માંડવિયા
- પ્રહલાદ જોષી
સંભવિત મંત્રીઓ
- JDU સાંસદ રામનાથ ઠાકુર બનશે મંત્રી
- JDUના લલનસિંહ બનશે મંત્રી
- JDSના કુમાર સ્વામી બનશે મંત્રી
- ચિરાગ પાસવાન, અર્જુનરામ મેઘવાલ બનશે મંત્રી
- સર્વાનંદ સોનોવાલ, ગડકરી બનશે મંત્રી
- 25 જેટલા સાંસદ લેશે કેબિનેટ, રાજ્યમંત્રી તરીકે શપથ
- NDAના તમામ પક્ષમાંથી 1 - 1 મંત્રી બનશે
- જ્યોતિરાદિત્ય સિંધિયા બનશે મંત્રી
- અમિત શાહ, રાજનાથ સિંહને NDA સરકારમાં મંત્રી બનાવાશે
- મનસુખ માંડવીયાને NDA સરકારમાં મંત્રી બનાવાશે
- પ્રહલાદ જોશીને NDA સરકારમાં મંત્રી બનાવાશે
- આ સાંસદો TDP ક્વોટામાંથી મંત્રી બનશે
ટીડીપીએ પોતાના ક્વોટા મંત્રીઓના નામની જાહેરાત કરી છે. TDP નેતા જયદેવ ગલ્લાએ X પર પોસ્ટ કર્યું કે તેમની પાર્ટીને મોદી 3.0 મંત્રી પરિષદમાં કેબિનેટ અને રાજ્ય મંત્રીનો બર્થ મળ્યો છે. ત્રણ વખતના સાંસદ રામ મોહન નાયડુ ટીડીપી ક્વોટામાંથી નવા રચાયેલા કેન્દ્રીય કેબિનેટમાં કેબિનેટ મંત્રી હશે અને પી ચંદ્રશેખર પેમ્માસાની રાજ્ય મંત્રી હશે.
નરેન્દ્ર મોદી નવા મંત્રીઓને મળશે
શપથ ગ્રહણ સમારોહ પહેલા નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગ પર નવા મંત્રી પરિષદના સભ્યોને ચા પર મળશે. મોદી તેમના મંત્રી પરિષદના સભ્યોને મળશે અને તેમને જણાવશે કે તેઓએ કેવી રીતે કામ કરવાનું છે. તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.









