- સાંજે 7.15 કલાકે પીએમ મોદી લેશે શપથ
- સ્વામી રામ ભદ્રાચાર્ય પહોંચ્યા દિલ્હી
- અયોધ્યામાં બીજેપીની હારને લઇને શું બોલ્યા ?
નરેન્દ્ર મોદી આજે દેશના પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઇ રહ્યા છે. સાંજે 7.15 કલાકનો કાર્યક્રમ છે.જેમાં સાધુ સંતો, ધર્મ ગુરુઓ સહિત વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો હાજર રહેવાના છે. પાડોશી દેશના દિગ્ગજો પણ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા આવી પહોંચ્યા છે. ત્યારે તુલસી પીઠાધિશ્વર સ્વામી રામ ભદ્રાચાર્ય પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા દિલ્હી આવી પહોંચ્યા છે.
નરેન્દ્ર મોદી મારા મિત્ર- રામભદ્રાચાર્ય
શપથગ્રહણ સમારોહ પહેલા તેઓએ મીડિયાને વાતચીત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર 5 વર્ષ સુધી મજબૂતીથી ચાલશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનવી એ તેમના માટે સૌથી મોટી ખુશીની વાત છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી તેમના મિત્ર છે અને તેઓ એક કાર્યક્ષમ વહીવટકર્તા અને સફળ વડાપ્રધાન છે.
અયોધ્યામાં જેમણે બીજેપીને વોટ નથી આપ્યો તેઓ..
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાનના પદ માટે શપથ લેવા એ રામ વિરોધી, ધર્મ વિરોધી અને રાષ્ટ્રવિરોધીઓના મોઢા પર થપ્પડ છે. તેણે પહેલા પણ સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ સારું કામ કરશે. અયોધ્યા ચૂંટણી સંબંધિત સવાલ પર તેમણે કહ્યું કે જેમણે બીજેપીને વોટ નથી આપ્યો તેઓ મંથરાના વંશજ હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મિત્ર છે. તેમને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું છે. તેથી તેઓ હરિદ્વારમાં ચાલી રહેલી રામ કથામાંથી સમય કાઢીને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં તેમના શપથ ગ્રહણ સમારોહમાં જઈ રહ્યા છે.









