- બાબા વિશ્વનાથના કરશે દર્શન
- ગંગા આરતીમાં થશે સામેલ
- જનસભા પણ સંબોધી શકે છે મોદી
આવતીકાલે એટલે કે 9 જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખતના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આ સમયે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને ખાસ રીતે વધારી દેવામાં આવી છે. જ્યારે નરેન્દ્ર મોદી શપથ લેશે અને પીએમના રૂપમાં સત્તા મેળવશે પછી તેઓ વારાણસી જવાનો પ્લાન બનાવી ચૂક્યા છે. તેઓ અહીંના મતદાતાઓનો આભાર માનશે. અહીં ભાજપના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી શકે છે. મળતી માહિતિ અનુસાર પીએમ મોદી 10-12 જૂન વારાણસીની મુલાકાતે રહેશે અને એક જનસભા પણ સંબોધી શકે છે. હાલમાં મળી રહેલી માહિતિ અનુસાર નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 7.15 મિનિટે શપથ લેશે. આ પહેલા તેઓ રાજઘાટ પણ જશે.
શપથ લીધા બાદ પીએમ મોદી બાબા વિશ્વનાથના દર્શન કરશે
શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદી વારાણસી જશે. PM નરેન્દ્ર મોદી 10 અથવા 11 જૂને કાશી જઈ શકે છે. પીએમ મોદી બાબા વિશ્વનાથના દર્શન કરી શકે છે અને અન્ય મંદિરોની પણ મુલાકાત લઈ શકે છે. આ ઉપરાંત પીએમ મોદી ગંગા આરતીમાં પણ ભાગ લઈ શકે છે.
પીએમ મોદીના શપથ ગ્રહણમાં એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ હાજરી આપશે.
આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં વંદે ભારતના લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ હાજરી આપશે. એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ સુરેખા યાદવ પણ આમાં સામેલ થશે.
પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7 દેશના પ્રમુખ નેતાઓ ભાગ લેશે
નરેન્દ્ર મોદી ત્રીજી વખત રવિવારે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. આ સમયે શપથવિધિ સમારોહમાં વિદેશી મહેમાનોને પણ આમંત્રણ અપાયું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન સિવાયના દેશોને આમંત્રણ પાઠવ્યું છે. પાડોશી દેશોના વડાઓ શપથ સમારોહમાં હાજરી આપશે. બાંગ્લાદેશના PM શેખ હસીના હાજર રહેશે. નેપાળના PM પુષ્પ કમલ દહલે પણ સ્વીકાર્યું છે આમંત્રણ. ભૂતાન, શ્રીલંકા, મોરેશ્યસના વડાઓ પણ હાજર રહી શકે છે. માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુ પણ સમારોહમાં લઇ શકે ભાગ. રાષ્ટ્રપતિ ભવનની આસપાસ નો ફ્લાઈંગ ઝોન જાહેર કરાયો છે. દિલ્હી હાઈ એલર્ટ પર, ડ્રોન દ્વારા સર્વેલન્સ રખાશે.