• ધર્મેન્દ્ર પ્રધાન ત્રીજીવાર કેબિનેટમાં સામેલ થયા
  • ફરી એકવાર ધર્મેન્દ્ર પ્રધાન મોદી મંત્રીમંડળમાં અગ્રીમ હરોળમાં સામેલ થયા
  • ઓડિશાની સંબલપુર લોકસભા સીટથી ભારે લીડથી વિજેતા જાહેર થયા છે


રવિવારની સાંજે દેશની રાજધાની દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવનમાં ઝાકઝમાળ નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મોદી સરકારના મંત્રીઓમાં અગ્રીમ હરોળમાં રહેલા ધર્મેન્દ્ર પ્રધાને શપથ ગ્રહણ કરતાની સાથે તેમની રાજકીય સફરમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના સંબલપુર લોકસભા સીટથી જીતીને દિલ્હીમાં ફરી આવ્યા છે. જો કે ધર્મેન્દ્ર પ્રધાન ત્રીજીવાર મંત્રી તરીકે શપથ લીધા છે.

ધર્મેન્દ્ર પ્રધાન ત્રીજી વખત સીધી ચૂંટણી લડીને વિજેતા જાહેર થયા છે. અગાઉ વર્ષ 2000માં તેઓ પલ્હાડા વિધાનસભાથી ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને વર્ષ 2004માં તેઓ દેવગઢ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ગત સરકારની ટર્મમાં ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા.

54 વર્ષીય ધર્મેન્દ્ર પ્રધાનને પત્ની અને સંતાનમાં બે બાળકો છે. ધર્મેન્દ્ર પ્રધાન દેબેન્દ્ર પ્રધાનના પુત્ર છે. જેઓ વર્ષ-1999થી વર્ષ-2004 સુધી વાજપેયી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પદે રહી ચુક્યા હતા. 

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રી

ધર્મેન્દ્ર પ્રધાન સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રી રહ્યા છે. વર્ષ-2014માં રાજ્ય મંત્રી (પ્રભારી) તરીકે જોડાયા, બાદમાં તેમને વર્ષ-2017માં કેબિનેટ રેન્કમાં બઢતી આપવામાં આવી હતી. 31 મે, 2019ના રોજ ધર્મેન્દ્ર પ્રધાને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયમાં સતત બીજા કાર્યકાળની શરૂઆત કરી હતી. 

  • Follow us on: