• આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના સ્થાપના દિવસ પર આ વાત કહી
  • ભારતીય સેના નક્કર પગલાં લઈ રહી છેઃ સેના પ્રમુખ
  • સુરક્ષા તકનીકી પ્રગતિ પર આધાર રાખે છેઃ  સેના પ્રમુખ

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું છે કે કોઈપણ દેશ અદ્યતન ટેક્નોલોજી શેર કરવા તૈયાર નથી, જેનો અર્થ છે કે દેશની સુરક્ષા ન તો "આઉટસોર્સ" થઈ શકે છે અને ન તો અન્યની ઉદારતા પર આધાર રાખી શકાય છે. આર્મી સ્ટાફના વડા પાંડેએ બુધવારે મહારાષ્ટ્રના પુણે શહેરમાં 'આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી'ના સ્થાપના દિવસના અવસર પર આ વાત કહી.

સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ બુધવારે કહ્યું કે, રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૂચના યુદ્ધની ક્ષમતા, આર્થિક તંત્રના હથિયારીકરણ, સંચાર અતિરેક, સ્પેસ આધારિત સિસ્ટમ જેવા ઘણાં અન્ય પાસાઓ સામે લઈને આવ્યા છે. આ તમામ ટેક્નોલોજી સંચાલિત છે. જનરલ પાંડેએ કહ્યું હતું કે, કોઈપણ દેશ પોતાની નવીનતમ, આધુનિક ટેક્નોલોજીને શેર કરવા માગતા નથી. તેનો અર્થ થાય છે કે રાષ્ટ્રની સુરક્ષાને ન તો આઉટસોર્સ કરી શકાય છે કે ન તો બીજાની ઉદારતા પર નિર્ભર થઈ શકાય છે.

સેના પ્રમુખે કહ્યું હતું કે મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા જરૂરી છે, તેની અવગણના ન કરી શકાય. સેના પ્રમુખે કહ્યું હતું કે, ભારતીય સેના આ વાસ્તવાકિતાઓથી માહિતગાર છે. અમે આ સુનિચ્છિત કરવાનો નિર્ણય લીધો છે કે, આપણી ક્ષમતાઓનો વિકાસ આત્મનિર્ભરતાના સિદ્ધાંતો પર આધારિત થઈ શકે જેથી વિશેષ ટેક્નોલોજીનો લાભ ઉઠાવી શકાય. ભારતીય સેના આ પાસાઓ પર નક્કર પગલાં ભરી રહી છે. સેના પ્રમુખે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનનું સૂત્ર સમકાલીન વાસ્તવિકતાના યોગ્ય રૂપને દર્શાવે છે અને રિસર્ચ એન્ડ ઇનોવેશનના મહત્ત્વને દર્શાવે છે.


  • Follow us on: