• હેલ્થ ગ્રાઉન્ડ પર સરેન્ડર માટે મુદત લેવાની કોશિશ
  • રોડ રેજના કેસમાં કોર્ટે 1 વર્ષની જેલની સજા સંભળાવી છે
  • 34 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસના નેતાને થઇ સજા

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આજે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કર્યું છે. 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા સંભળાવી છે. સિદ્ધુના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ રાહતની આશા સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા પરંતુ ત્યાંથી તેમને રાહત મળી ન હતી.

અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એએમ ખાનવિલકરની બેંચ સમક્ષ નવજોત સિંહ સિદ્ધુના કેસનો ઉલ્લેખ કર્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ સિદ્ધુની ખરાબ તબિયતને ટાંકીને સરેન્ડર કરવા માટે થોડો સમય માંગ્યો હતો. તેના પર જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે આ કેસ સ્પેશિયલ બેન્ચને લગતો છે. આ મામલે ચીફ જસ્ટિસ સમક્ષ અરજી દાખલ કરો અને સુનાવણીની માંગ કરો.


નવજોત સિંહ સિદ્ધુના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસની કોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો ન હતો. અગાઉ મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમનાએ અર્જેંટ મેંશનિંગના સમયે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે અરજન્ટ મેંશનિંગ સૂચિમાં નોંધાયેલા કેસો સિવાય કોઈપણ નવી ફ્રેશ મેટરની સુનાવણી કરવામાં આવશે નહીં જે લિસ્ટેડ ના હોય. સુપ્રીમ કોર્ટમાં આજના ઘટનાક્રમને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે નવજોત સિંહ સિદ્ધુની સામે સરેન્ડર કરવા અને જેલમાં જવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી.

સિદ્ધુ અરજી દાખલ કરશે

સૂત્રોનું માનીએ તો નવજોત સિંહ સિદ્ધુ નાદુરસ્ત તબિયતને ટાંકીને આત્મસમર્પણ માટે સમય માંગતી અરજી દાખલ કરશે. નવજોત સિંહ સિદ્ધુને અત્યારે ભલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી ના હોય પરંતુ તેના માટે વકીલો દ્વારા કાયદાકીય દાવપેચ અજમાવવામાં આવી રહી છે.

આજથી 51 દિવસનું ઉનાળુ વેકેશન

સુપ્રીમ કોર્ટમાં આજથી એટલે કે 20 મેથી ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે. આજથી 51 દિવસની ઉનાળાની રજાઓ રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર તાકીદની બાબતોની સુનવણી કરવામાં આવશે. જોકે, આ વખતે સુપ્રીમ કોર્ટે તાકીદની બાબતોની સુનાવણી માટે સમર બેન્ચ ઉપરાંત પાંચ બેન્ચની રચના કરી છે, જે લાંબા સમયથી પડતર કેસોની સુનાવણી કરશે.


  • Follow us on: