આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ નવરાત્રિના શુભ અવસર પર દેશભરના દેવી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજથી ભક્તો અનુષ્ઠાન અને ઉપવાસ કરશે. માતાજીની આરાધના કરવા માટે આ 9 દિવસ મહત્વના ગણાય છે. ત્યારે નવરાત્રિના આ અવસર પર પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજોએ નવરાત્રિની શુભકામના પાઠવી હતી.


પીએમ મોદીએ પાઠવી શુભકામના 

પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને નવરાત્રિની શુભ શરૂઆત થતા શુભેચ્છા પાઠવી છે. શક્તિની આરાધના માટે સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય તેમ જણાવ્યું. પીએમ મોદીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, કે તમામ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ. અમે ઈચ્છીએ છીએ કે શક્તિની ઉપાસના માટે સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય. જય માતાજી !


માતા શૈલપુત્રીની આરાધનાનો દિવસ

તેમણે કહ્યું કે નવરાત્રિની શરૂઆત દેવી શૈલપુત્રીની પૂજાથી થઈ રહી છે. નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને પ્રતિબદ્ધ પ્રાર્થના! દરેક વ્યક્તિ તેની કૃપાથી ધન્ય બને. આ સાથે પ્રધાનમંત્રીએ માતા શૈલપુત્રીને સમર્પિત ગીતનો વીડિયો પણ શેર કર્યો હતો. આ વખતે નવરાત્રિ 3જીથી 11મી ઓક્ટોબર સુધી છે. નવરાત્રિ દરમિયાન, નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની અલગ-અલગ પૂજા કરવામાં આવે છે. દેશભરમાં નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ પછી દશેરાનો તહેવાર આવે છે.

 

cm યોગીએ પાઠવી શુભકામના

દેવી જગત જનની  મા ભગવતીની ઉપાસનાના પવિત્ર તહેવાર 'શારદીય નવરાત્રિ'ના પ્રથમ દિવસે, હું મા શૈલપુત્રીને પ્રાર્થના કરું છું કે વિશ્વમાં દુષ્ટ વૃત્તિઓનો નાશ થાય, સારી વૃત્તિઓનો વિકાસ થાય અને ચારે બાજુ સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે.


  • Follow us on: