- પૂર્વ મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકને ફટકો
- નવાબ મલિકે મુંબઈની આર્થર રોડ જેલમાં રહશે
- EDની વિશેષ PMLA કોર્ટે મલિકની જામીન અરજી ફગાવી
મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકને જામીન મળ્યા નથી. મની લોન્ડરિંગના કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટની EDની વિશેષ PMLA કોર્ટે મલિકની જામીન અરજી ફગાવી દીધી છે. આજે (30 નવેમ્બર, બુધવારે) બપોરે 3.30 વાગ્યે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. નવાબ મલિકે સ્વાસ્થ્યના કારણોસર જામીન માટે અરજી કરી હતી. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી. એટલે કે નવાબ મલિકે વધુ સમય મુંબઈની આર્થર રોડ જેલમાં વિતાવવો પડશે.
નવાબ મલિકે મુંબઈની આર્થર રોડ જેલમાં રહશે










