- લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ NDAની બેઠક
- નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ સસ્પેન્સનો અંત
- નીતિશ કુમાર-TDP ચીફ ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થનનો પત્ર સોંપ્યો
દિલ્હીમાં NDAની બેઠક ચાલી રહી છે તેવામાં બિહારના CM નીતિશ કુમાર અને TDP ચીફ ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થનનો પત્ર સોંપ્યો છે. શક્ય છે કે એનડીએની બેઠક બાદ તમામ નેતાઓ સરકાર બનાવવાનો દાવો દાવ પર લગાવે.
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દિલ્હીમાં NDAની બેઠક ચાલી રહી છે. આ દરમિયાન નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ બેઠકમાં સમર્થન પત્રો સુપરત કર્યા છે. આવી સ્થિતિમાં હવે શક્ય છે કે એનડીએની બેઠક બાદ તમામ નેતાઓ સરકાર બનાવવાનો દાવો દાવ પર લગાવે.










