• NEET એક્ઝામને લઇને શિક્ષણમંત્રીનું નિવેદન 
  • આ અંગે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન
  • નીટની પરીક્ષામાં કોઇ ભ્રષ્ટાચાર થયો નથી 

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગુરુવારે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી મામલે સુપ્રિમ કોર્ટે આપેલા નિર્ણયને લઇને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે કોઇ પુરાવો નથી કે ગેરરીતિ થઇ છે. એનટીએમાં ભ્રષ્ટાચારના આરોપો નિરાધાર છે. એનટીએ એક વિશ્વસનીય સંસ્થા છે.

1563 વિદ્યાર્થીઓની લેવાશે ફરી પરીક્ષા

[[$googlead]]

આ મામલે સુપ્રિમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે NEET UG 2024માં ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારોના સ્કોર-કાર્ડ રદ કરવામાં આવશે અને ઉમેદવારોને ફરીથી પરીક્ષામાં બેસવાની તક મળશે. NTA એ ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચને જણાવ્યું હતું કે 1,563 ઉમેદવારોના પરિણામોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જેમને NEET-UGમાં હાજર રહેવા દરમિયાન સમયના ખોટની ભરપાઈ કરવા માટે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા.

[[$alsoread]]

માત્ર 6 પરીક્ષા કેન્દ્રો પર વિક્ષેપ થયોઃ શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રીએ કહ્યું કે દરેક પરીક્ષા કેન્દ્ર પર પેપરના બે સેટ હોય છે. પરીક્ષા શરૂ થાય તેના થોડા સમય પહેલા જ જણાવવામાં આવે છે કે કયું પેપર ખોલવાનું છે. પરંતુ એક્ઝામ સમયે બીજો સેટ ખોલી દેવામાં આવ્યો હતો જેમાં 30થી 40 મિનિટનો સમય બરબાદ થયો. જે બાદ એનટીએએ એપેક્સ કોર્ટના 2018ના જજમેન્ટ હેઠળ વિદ્યાર્થીઓને લોસ ઓફ ટાઇમને કારણે ગ્રેસ માર્કસ આપ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે અમે સુપ્રિમ કોર્ટના નિર્ણયનું પાલન કરીશુ અને કોઇ પણ વિદ્યાર્થીને નુકસાન થશે નહી.

ખોટા પેપર સેટ આવી ગયા હતા

તેમણે કહ્યું કે 24 લાખમાંથી 13 લાખ વિદ્યાર્ખીઓએ નીટની પરીક્ષા પાસ કરી. દેશભરમાં નીટના 4500 સેન્ટર છે. 6 સેન્ટર પર ભૂલથી ખોટા પેપર સેટ આવી ગયા હતા. તે સેન્ટર પર 1563 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેથી પરીક્ષામાં મોડુ થવા બદલ ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા.


  • Follow us on: