• NEET પેપરલીક મામલે વિજય સિંહાનો દાવો
  • પેપરલીકમાં તેજસ્વી યાદવનો નજીકનો સાથી સામેલ
  • ડે.સીએમ વિજય સિંહાએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ 

NEET પેપરલીક મામલે બિહારના ડે.સીએમ વિજય સિંહાએ દાવો કર્યો છે કે તેજસ્વી યાદવના પીએસ પ્રિતમએ નીટ પેપર લીકના માસ્ટર માઇન્ડ સિંકદરે રૂમ બુક કરાવ્યો હતો. વિજય સિંહાએ NEET અને "મંત્રી NHAI" કનેક્શન પર એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યા હતા.

1મેએ બુક કર્યો હતો રૂમ
તેમણે જણાવ્યું કે આ મામલે વિભાગીય તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, 1 મેના રોજ તેજસ્વીના પીએસ પ્રિતમ કુમારે RCD કર્મચારી પ્રદીપને NHAI ગેસ્ટ હાઉસમાં સિકંદર કુમાર માટે રૂમ બુક કરાવવા માટે ફોન કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે હવે ગેસ્ટ હાઉસનો નિયમ છે કે 3 દિવસ માટે વધુમાં વધુ ત્રણ રૂમ બુક કરાવી શકાય છે. ફક્ત NHAI ને આનાથી વધુ બુકિંગ કરવાની મંજૂરી છે. જો સીબીઆઈ આ મામલે પ્રિતમ કુમાર અને તેજસ્વીની પૂછપરછ કરે તો સ્પષ્ટ થશે કે પેપર લીકમાં કોણ કોણ સામેલ છે.

તેજસ્વી પર લગાવ્યા આરોપ
ડેપ્યુટી સીએમએ કહ્યું કે બિહારમાં સામાન્ય રીતે માત્ર મંત્રીઓ જ નહીં પરંતુ પૂર્વ મંત્રીઓને પણ મંત્રી કહેવામાં આવે છે. એ જ રીતે પ્રીતમે મંત્રીજી કહીને બુકિંગ કરાવ્યું. વિજય સિંહા દાવો કરી રહ્યા છે કે પ્રીતમ અને સિકંદર યાદવ વચ્ચેના સંબંધોની કડી વધુ મજબૂત થઈ રહી છે. પ્રીતમે મંત્રીના નામે જે રૂમ બુક કર્યો હતો તે તેજસ્વીના નામ આપીને બુક કરાવ્યો હતો.

બે વખત કર્યા હતા ફોન
નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાએ દાવો કર્યો હતો કે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીના પીએસ પ્રિતમ કુમારના કહેવા પર NEET પેપર લીકના આરોપી સિકંદર કુમારના નામે NHIના ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરવામાં આવ્યું હતું. વિજય સિન્હાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે પ્રીતમ કુમારે ગેસ્ટ હાઉસના બુકિંગ માટે બે વાર ફોન કર્યો હતો, પહેલા 1 મેના રોજ સવારે 9.07 વાગ્યે અને પછી 4 મેના રોજ.

દબાણ હેઠળ બુકિંગ થયું
વિજય સિન્હાએ વધુમાં કહ્યું કે અધિકારીઓએ કહ્યું કે તેઓએ દબાણ હેઠળ ગેસ્ટ હાઉસ બુક કરાવ્યું હતું. તેમના કોલને પહેલા દિવસે ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. ડેપ્યુટી સીએમએ એમ પણ કહ્યું કે ગેસ્ટ હાઉસમાં રહેવા માટે કોઈ એલોટમેન્ટ લેટર નથી, પરંતુ લોકો ત્યાં રોકાયા છે. જો કે વિજય સિન્હા પણ રોડ કન્સ્ટ્રક્શન મિનિસ્ટર છે અને આ ગેસ્ટ હાઉસ પણ તેમના હેઠળ આવે છે. આ સાથે જ માર્ગ નિર્માણ વિભાગ અગાઉ તેજસ્વી યાદવ પાસે હતો.
  • Follow us on: