- મધ્યપ્રદેશની નવી સરકારનું પહેલું વિધાનસભા સત્ર શરૂ
- નહેરુની તસ્વીર હટાવતા કોંગ્રેસે લગાવ્યા આરોપ
- ભાજપ ઇતિહાસ ખતમ કરી નાખવા માંગે છે: કોંગ્રેસ
મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની નવી સરકારે સોમવારે વિધાનસભાનું પહેલું સત્ર યોજાયું. જોકે, વિધાનસભા ગૃહમાં દિવંગત પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની તસ્વીર હટાવીને દેતા વિવાદ શરૂ થયો છે. નેહરુની તસ્વીર હટાવીને તેને સ્થાને દિવંગત નેતા અને બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરની તસ્વીર લગાવવામાં આવી છે. વિધાનસભામાં સ્પીકર ચેરની પાછળ લગાવવામાં આવેલ બે તસવીરોમાં એક તસ્વીર મહાત્મા ગાંધીની અને બીજી ટ અસ્વીર નેહરુનું હતી. હવે નેહરુની તસવીર હટાવીને બાબાસાહેબની તસ્વીર લગાવવામાં આવી છે.
આ ફેરફારને કારણે વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો અને ભાજપ પર 'ઈતિહાસ ખતમ કરવા માટે દિવસ-રાત કામ કરવાનો' આરોપ લગાવ્યો. મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અબ્બાસ હાફીઝે માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ પર પોસ્ટ કર્યું હતું કે ‘અમે મધ્યપ્રદેશ વિધાનસભા માંથી નેહરુની તસ્વીર હટાવવાની વાતની ટીકા કરીએ છીએ.’










