- નેપાળ જઇ રહેલી બસ નદીમાં ખાબકી
- બસમા સવાર હતા 40 યાત્રીઓ
- બસ પોખરાથી કાઠમંડુ જઇ રહી હતી
નેપાળ જઇ રહેલી ભારતીય બસ નદીમાં સમાઇ છે. જેમાં 40 યાત્રીઓ સવાર હતા. યુપી નંબર ધરાવતી બસ નદીમાં ખાબકી છે.નેપાળના તનહું જિલ્લામાં ભારતીય યાત્રીઓ ભરેલી બસ માસ્યાગદી નદીમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા પોલીસે કાર્યાલય તનહું ના ડીએસપી દીપકકુમાર રાયના અનુસાર યુપી એફટી 7623 નંબર ધરાવતી બસ નદીમાં પડી ગઇ છે. મળતી માહિતી અનુસાર આ બસ પોખરાથી કાઠમંડૂ જઇ રહી છે.
14 લોકોના મોત, 16 ઘાયલ
દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યાકે 16 લોકો ઘાયલ થયા છે. આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ જવા રવાના થઈ હતી. અકસ્માત સમયે બસમાં ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
બચાવ કામગીરી તેજ
સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલ્યા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે.









