• નેપાળના પીએમ પુષ્પ કમલ દહલનું રાજીનામુ
  • 19 મહિના સત્તામા રહ્યા બાદ રાજીનામુ
  • સંસદમાં ન મેળવી શક્યા વિશ્વાસ મત

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ સંસદમાં વિશ્વાસ મત હારી ગયા છે. 19 મહિના સત્તામાં રહ્યા બાદ હવે તેમણે પદ છોડવું પડ્યું.
વિશ્વાસ મત મેળવવામાં નાકામ

મહત્વનું છે કે પીએમ કે.પી શર્માની આગેવાની ધરાવતી સીપીએન- યુએમએલ દ્વારા પુષ્પ કમલ દહલ સરકાર પાસેથી સમર્થન પરત લીધા બાદ તેમણે વિશ્વાસ મત મેળવવા માટે મજબૂર થવુ પડ્યું હતું. સીપીએન- યુએમએલ દ્વારા સમર્થન પરત લેવાને કારણે સીમિત વિકલ્પ થઇ ગયા હતા જેથી તેમણે નક્કી કરવુ પડ્યુ કે તેઓ પદ છોડશે કે પછી વિશ્વાસ મત મેળવશે. શુક્રવારે સંસદમાં વિશ્વાસ મતનું પરીક્ષણ કર્યુ જેમાં તેઓ હારી ગયા.

શું છે નંબર ગેમ ?
નેપાળમાં બેઠકોની વાત કરીએ તો સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા વહેંચણી સમજૂતી કર્યા બાદ કેપી શર્મા ઓલીની પાર્ટીએ વર્તમાન સત્તારૂઢ ગઠબંધનમાંથી પોતાને બહાર કરી લીધી હતી. આ સ્થિતિમાં દહલની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી કેન્દ્ર) પાસે માત્ર 32 બેઠકો છે, જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે અને નેપાળી કોંગ્રેસ પાસે 89 બેઠકો છે. NCA અને CPN-UML ગઠબંધન પાસે હવે 167 બેઠકોનું સંખ્યાબળ છે.

શું દેઉબા અને ઓલી ફરી સત્તામાં આવશે?
નેપાળના 275 સભ્યોના નીચલા ગૃહમાં સરકાર બનાવવા માટે 138 સભ્યોની જરૂર છે, જ્યારે NCA અને CPN-UML ગઠબંધન પાસે 167 સભ્યોની સંખ્યા છે, જે નીચલા ગૃહમાં બહુમતીના આંકડા કરતાં ઘણી વધારે છે. જેના કારણે આશા જાગી છે કે દેઉબા અને ઓલી ફરી સત્તામાં આવી શકે છે. NECA અને CPN-UML વચ્ચેના કરાર અનુસાર, ઓલી અને દેઉબા ત્રણ વર્ષ માટે રોટેશન દ્વારા પીએમ પદ સંભાળશે. નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલાથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી ચૂક્યા છે.
  • Follow us on: