- વર્ષ-1860થી અમલમાં આવેલી ભારતીય દંડસંહિતા હવે નાબૂદ થઈ જશે
- પહેલી જુલાઈથી હવે ભારતીય ન્યાયસંહિતા લાગુ થશે
- નવી કલમો અને કાયદા માટે વકીલો માટે વર્કશોપ યોજાશે
તમે પોલીસ કર્મચારી અથવા વકીલ ભલે ન હોવ. પરંતુ ભારતીય દંડસંહિતા એટલે કે, આઈપીસીની 302, 307, 376 જેવી કલમોનો અર્થ સારી રીતે જાણતા જ હશો. હત્યા, હત્યાનો પ્રયાસ, દુશ્કર્મની પ્રચલિત વિવિધ કલમો હવે એક જુલાઈથી હટી જશે. સરકાર નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. પહેલી જુલઆઈથી ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા સમાપ્ત થઈ જશે. આના બદલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) લાગુ થઈ જશે.
સાત વર્ષથી વધુ સજાના કેસમાં પોલીસ હાથકડીનો ઉપયોગ કરી શકશે
પોલીસ સ્ટેશનથી લઈ કોર્ટમાં અત્યાર સુધી અંગ્રેજો દ્વારા વર્ષ-1860માં બનાવવામાં આવેલા કાયદા આઈપીસીનો જ અમલ થઈ રહ્યો હતો. આને લઈ રિપોર્ટ નોંધવામાં આવતો અને કોર્ટમાં સુનાવણી થતી હતી. કોઈપણ એફઆઈઆઈઆરને જોવામાં આવે તો સૌથી પહેલા ભારતીય દંડસંહિતા 1860 જ લખેલું આવતું હતું. હવે પહેલી જુલાઈથી આના બદલે એફઆઈઆઈરમાં ભારતીય ન્યાય સંહિતા લખેલું જોવા મળશે. આઈપીસીમાં 511 કલમો અને બીએનએસમાં 358 કલમો છે.
આ મામલે ફોરેન્સિક રિપોર્ટ ફરજિયાત
લૂંટની કલમ 395 310 (2) દ્વારા બદલવામાં આવશે. અત્યાર સુધી હત્યાના પ્રયાસ માટે કલમ 307 લાગુ હતી. પરંતુ હવે કલમ 109 હેઠળ રિપોર્ટ દાખલ કરવામાં આવશે. છેતરપિંડીના કેસ કલમ 420ને બદલે કલમ 316 હેઠળ લખવામાં આવશે. તેવી જ રીતે તમામ ગુનાની કલમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પોલીસકર્મીઓ તેને વાંચી રહ્યા છે. નવા કાયદા હેઠળ, સાત વર્ષથી વધુની સજા સાથે સંકળાયેલા કેસોમાં ફોરેન્સિક રિપોર્ટ ફરજિયાત રહેશે. આ સાથે અત્યાર સુધી આરોપીઓના હાથ પર હાથકડી લગાવવાની કોઈ જોગવાઈ નહોતી. હવે સાત વર્ષથી વધુ સજાના કેસમાં પોલીસ હાથકડીનો ઉપયોગ કરી શકશે.
વકીલો માટે પણ વર્કશોપ યોજાશે
બરેલી બાર એસોસિએશનના અધિકારીએ જણાવ્યું હતું કે, 1 જુલાઈથી નવો કાયદો અમલમાં આવતા એડવોકેટ્સને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એડવોકેટ્સની સમસ્યા એ છે કે જૂના કેસોની સુનાવણી જૂની કલમો હેઠળ થશે. સજાની જોગવાઈ પણ પહેલા જેવી જ રહેશે. આવી સ્થિતિમાં વકીલોની જવાબદારી સૌથી વધુ વધી ગઈ છે. વકીલોને નવા કાયદા હેઠળ માહિતી આપવા માટે વર્કશોપની જરૂર પડશે. બારના અધિકારીઓ સાથે વાત કર્યા બાદ ટૂંક સમયમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવશે.













