• ખેડૂતોએ પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર કરી બબાલ
  • સિંધુ અને ટિકરી બોર્ડર સંપૂર્ણ રીતે બંધ
  • કાર, બસ માટે નવી ગાઈડલાઈનનું પાલન કરવાનું જરૂરી

ખેડૂત આંદોલનમાં સતત 2 દિવસથી પંજાબ-હરિયાણાના શંભુ બોર્ડર પર બબાલ જોવા મળી રહી છે. તેનાથી દિલ્હીથી હરિયાણા-પંજાબની તરફ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ અન્ય સીમાઓ પર પણ પહેરેદારીના કારણે જામ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસે હરિયાણાની પાસેની સિંધુ અને ટિકરી બોર્ડરને સંપૂર્ણ રીતે બંધ કરી છે જ્યારે ગાઝીપુર બોર્ડર પર પોલીસની પહેરેદારીની વચ્ચે વાહનોની અવરજવર ચાલી રહી છે.

દિલ્હી પોલીસે જાહેર કરી નવી એડવાઈઝરી

દિલ્હી ટ્રાફિક પોલીસે આજે નવી એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવાયું છે કે એનએચ-44 પર સિંધુ બોર્ડર ટ્રાફિકને માટે સુલભ નથી. એવામાં લોકોને સલાહ આપવામાં આવી છે કે નવી એડવાઈઝરીનું પાલન કરે. એનએચ-44 પરના સિંધુ બોર્ડર ટ્રાફિકને માટે બંધ છે. આ સાથે એડવાઈઝરીમાં વૈકલ્પિક માર્ગ પણ છે.

શું છે એડવાઈઝરી

હરિયાણા, પંજાબ અને હિમાચલને માટે આંતરરાષ્ટ્રીય બસ અને વાણિજ્યિક ટ્રકને સિગ્નેચર બ્રિજથી ખજૂરી ચોક વાયા લોની બોર્ડરથી ઈસ્ટર્ન પેરિફેરલ રોડની તરફ જવા માટે મજનૂના ટીલામાં આઉટર રિંગ રોડ પર ડાયવર્ઝન લેવાનું રહેશે.

આઝાદપુર મંડીથી સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર જનારા ટ્રકને આઝાદપુર મંડીથી ડાયવર્ઝન લેવું જોઈએ. સર્વિસ રોડ લઈને બહારના રિંગ રોડ, હૈદરપુર વોટર પ્લાન્ટની તરફ જવું. આ સિવાય રોહિણી જેલ રોડ સેક્ટર -18 થી બાદલી મેટ્રો સ્ટેશન થઈને સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર જવું.

ડીટીસી બસ, કાર, ફોર વ્હીલરને માટે અલગ નિયમો છે. આ વાહનોએ મુકરબા ચોકથી એનએચ-44ની અને નરેલા અને સફિયાબાદ સીમાની તરફ જવા માટે DSIIDC કટ પર NH-44 પર સંખ્યા 2 લેવાની રહેશે.

 

બોર્ડર રોડ પર 2 દિવસથી થઈ રહેલી ખેડૂતોની બબાલની વચ્ચે આજે કેન્દ્ર સાંજે 5 વાગે ચંડીગઢમાં ત્રીજી મીટિંગ કરશે. તેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય હાજર રહેશે. મીટિંગ પહેલા સંયુક્ત કિસાન મોર્ચાએ આજે બપોરે 11થી 2 વાગ્યા સુધી 3 કલાકના પંજાબના તમામ ટોલ પ્લાઝા ફ્રી કરવાની જાહેરાત કરી છે. પરંતુ આજે રેલ રોકો આંદોલનની શરૂઆતની પણ જાહેરાત કરાઈ છે. તેનાથી રેલ યાતાયાત પ્રભાવિત રહેશે.  

  • Follow us on: