અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પે ભારત પર લાદેલા 25 ટકા ટેરિફના કારણે બજારમાં ઉથલ-પાથલ સર્જાઇ છે. રશિયા અને ભારતના મિત્રતાભર્યા સંબંધોના કારણે અમેરિકા ચિડાયુ છે. આ વાત સૌ કોઇ જાણે છે. રશિયા પાસેથી ભારત તેલ ખરીદી મામલે મોટો વેપાર કરે છે. ડૉનાલ્ડ ટ્રમ્પ આ મામલે પોતાનું દબાણ કરવા માગે છે. તેવામાં ભારતે હવે કડક વલણ અપનાવ્યુ છે. ભારતે જણાવ્યુ છે કે, તેલ ખરીદી મામલે અમેરિકા અમને શિખામણ નહી આપે.
ભારત દેશ હિતમાં લેશે નિર્ણયઃ પીએમ
ટેરિફ વોરમાં હવે ભારતનું અલગ સ્વરૂપ અમેરિકાએ જોયુ છે. પીએમ મોદીએ જણાવ્યુ છે કે, ભારત પોતાની જરુરત અને હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. પીએમ મોદીએ 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પર જોર આપ્યુ હતુ. અને જણાવ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય દબાણ દેશની નીતિ નક્કી કરશે નહી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફના આક્રમણ બાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટતા કરી છે કે, ભારત પોતાની જરુરત પ્રમાણે જ નિર્ણય લેશે. અન્ય દેશ આ મામલે નિર્ણય લેશે નહી. યુપીમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ સ્વદેશી શક્તિઓની પ્રશંસા કરી હતી. અને તેના પર કાયમ રહેવા માટે જોર આપ્યુ હતુ. પીએમે વધુમાં કહ્યુ હતુ કે, ભારત કોઇના દબાણમાં નહી આવે. દેશ માટે એવા જ નિર્ણયો લેવામાં આવશે જે યોગ્ય હિતમાં હોય.
રાષ્ટ્રહિત સૌથી પહેલા સ્થાન પરઃ અમેરિકા
સરકાર ક્યાંથી તેલ ખરીદશે તે મામલે રાજ્ય અને ખાનગી બન્ને ક્ષેત્રને સ્વતંત્રતા આપી છે. વેપારી અને અર્થતંત્ર માટે કઇ નીતિ યોગ્ય રહેશે તે મુજબ જ તેલની ખરીદી કરવામાં આવશે. રશિયા પાસેથી તેલ ખરીદી કરવાનો નિર્ણય વાણિજ્ય વિભાગનો રહેશે. રશિયા પર પોતાનું દબાણ વધારવા માટે અમેરિકાએ ભારત પર ટેરિફ બોમ્બ ફેંક્યો છે. અમેરિકાએ રશિયા અને ભારતના સંબંધોની ટીકા કરી હતી. અને કહ્યુ હતુ કે, ભારત તેની મૃત અર્થવ્યવસ્થા સાથે ડૂબી જશે. ટ્રમ્પના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ મિલરે નિવેદન આપ્યુ હતુ કે, ભારત અમેરિકાના સામાન પર ભારે ટેક્સ લગાવે છે. ઇમિગ્રેશન સિસ્ટમમાં દગાબાજી કરે છે. અને રશિયા પાસેથી તેલ ખરીદી કરે છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારત પાસેથી મજબૂત સંબંધ ઇચ્છે છે. પરંતુ હવે હકીકત બદલી શકાશે નહી. મિત્રતા પોતાના સ્થાને છે. પરંતુ રાષ્ટ્રહિત સૌથી પહેલા સ્થાન પર છે.