ભાજપ નેતા સ્મૃતિ ઈરાની, જેમણે 2019 થી 2024 સુધી લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

તપાસ બાદ સત્ય આવશે સામે 

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ ગામમાં મતદાર તરીકે પણ નોંધાયેલા છે અને તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન મતદાન કર્યું હતું. 10 જૂને પંચાયત મતદાર યાદી પ્રકાશિત થયા પછી આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં તેમનું નામ સામેલ નહોતું. સ્મૃતિ ઈરાનીનું નામ દૂર કરવા પાછળનું કારણ પૂછવામાં આવતા, જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ કારણ જાણી શકાશે.

સ્મૃતિ ઈરાનીએ અમેઠીનું કર્યુ હતુ પ્રતિનિધિત્વ  

ભાજપના અમેઠી જિલ્લા એકમના પ્રમુખ સુધાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે, ઈરાનીના સમાવેશ માટે અરજી સબમિટ કરવામાં આવી છે અને આ મામલો વરિષ્ઠ અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ ખાતરી આપી હતી કે, યોગ્ય ચકાસણી પછી નામ ઉમેરવામાં આવશે. 2024ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસના કિશોરી લાલ શર્મા દ્વારા પરાજય થયો હતો.

આ પણ વાંચોઃ થેલેસેમિયા બાળકોને કેવી રીતે કરે છે અસર, જાણો બચવાનો એકમાત્ર ઉપાય

  • Follow us on: