પક્ષની અંદરનો બળવો હવે મ્યુનિસિપલ કોર્પોરેશનોથી વિધાનસભા અને હવે સંસદ સુધી ફેલાઈ ગયો છે.
ટીએમસીને શું નુકસાન ?
ટીએમસીના 28 લોકસભા સાંસદોમાંથી 20 અને રાજ્યસભાના 13 સાંસદોમાંથી 2, કુલ 22, અલગ થઈ ગયા છે. 3 જૂનના રોજ, બંગાળના 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવ્યુ હતુ. જેમાં ઋતાબ્રત બેનર્જીને તેમના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ઉત્તર દમદમના 21 કાઉન્સિલરોએ પણ રાજીનામું આપ્યું હતુ. 58 બળવાખોર ધારાસભ્યોએ હાંકી કઢાયેલા ઋતાબ્રત બેનર્જીને તેમના નેતા તરીકે ચૂંટ્યા હતા.
મમતા બેનર્જી હવે શું બાકી ?
ટીએમસી પાસે કુલ 28 લોકસભા સાંસદ હતા. જેમાંથી 20 અલગ થયા છે. મમતા બેનર્જી પાસે હવે લોકસભામાં ફક્ત 8 સાંસદો બાકી છે. રાજ્યસભામાં, 13 સાંસદોમાંથી બેએ રાજીનામું આપ્યું છે, જેના કારણે રાજ્યસભાના 11 સાંસદો બાકી છે. આ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ 80 બેઠકો જીતી હતી. 58 ધારાસભ્યોએ અલગ જૂથો બનાવ્યા છે. પરિણામે, મમતા બેનર્જી પાસે ફક્ત 22 ધારાસભ્યો બાકી છે.
મમતા બેનર્જીની પકડ નબળી પડી ?
તાજેતરના દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસમાં અસંતોષ સતત વધી રહ્યો છે. કાકોલી ઘોષ દસ્તીદારનો દાવો આ કટોકટીને વધુ ખરાબ કરી રહ્યો છે. કાકોલી ઘોષે જણાવ્યું હતું કે, જો આટલી મોટી સંખ્યામાં સાંસદો NDAમાં જોડાવાનો નિર્ણય લે છે, તો તે ફક્ત સંસદીય સંખ્યાનો વિષય રહેશે નહીં. આ મમતા બેનર્જીના રાજકીય પ્રભાવ પર પણ પ્રશ્નો ઉભા કરશે. કાકોલી ઘોષ દસ્તીકર, શર્મિલા સરકાર, પ્રસૂન બેનર્જી અને સુખેન્દુ શેખર રે જેવા કેટલાક નામોની ચર્ચા થઈ છે. અલગ જૂથ બનાવવા માટે બે તૃતીયાંશ બહુમતી, એટલે કે 19 સાંસદોની જરૂર છે.
મમતા બેનર્જી પાસે પાર્ટી બચાવવા કયા શસ્ત્રો ?
મમતા બેનર્જીની સૌથી મોટી તાકાત TMCનું ગ્રાસરુટ કેડર નેટવર્ક છે. પશ્ચિમ બંગાળમાં પંચાયતો, મ્યુનિસિપલ સંસ્થાઓ અને સ્થાનિક એકમો પર પાર્ટી લાંબા સમયથી મજબૂત પકડ ધરાવે છે. સાંસદો અસંતુષ્ટ હોઈ શકે છે. પરંતુ બૂથ સ્તરના કાર્યકરો અને તેમના મતવિસ્તારમાં સ્થાનિક નેતાઓ હજુ પણ પાર્ટી નેતૃત્વ સાથે જોડાયેલા રહી શકે છે. આ કોઈપણ બળવાખોર જૂથ માટે સૌથી મોટો પડકાર છે.
આ પણ વાંચોઃ Xi Jinping અને Kim Jong Unની મિત્રતા બની અમેરિકા માટે ચિંતાનું કારણ, જાણો શું છે મામલો













