મહિલા અનામત બિલ મામલે સદનમાં અમિત શાહે મહિલા સશક્તિકરણનું મહત્ત્વ સમજાવ્યુ હતુ.
અમિત શાહનુ સદનમાં સંબોધન
સંસદમાં મહિલા અનામત બિલ મામલે ચર્ચા કરાઇ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો છે. પરિસીમન પર 56 મહિલા સભ્યોએ પોતાના મંતવ્ય જાહેર કર્યા છે. અમિત શાહે વધુમાં કહ્યુ હતુ કે, સંવિધાનમાં પરિસીમન બિલનુ પ્રાવધાન છે. 'ઇન્ડી એલાયન્સ' મહિલા અનામત બિલનો વિરોધ કરે છે. 127 લોકસભા બેઠક એવી છે જ્યાં 20 લાખ મતદાતા છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, પરિસીમનનો વિરોધ એટલે SC/ST બેઠકનો વિરોધ છે. જો વિપક્ષ 1 કલાકનો સાથ આપે તો 50 ટકાના વધારા સાથે સંશોધન લાવીશું તેમ પણ અમિત શાહે સદનમાં કહ્યુ હતુ.
વિપક્ષનું કામ વિરોધ કરવાનુંઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 2029ની ચૂંટણી મહિલા અનામત સાથે લડાશે અને બિલનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ છે. બોલવા માટે તો બધાએ કહ્યું કે, બિલના પક્ષમાં છીએ, કેટલાક સાંસદ તો જનતાને મોંઢુ પણ બતાવી નથી શક્તા. વિપક્ષે માત્ર 'કિન્તુ-પરંતુ' કહીને જ વિરોધ કર્યો છે. તેઓએ વધુમાં કહ્યુ કે, 2029 સુધી અનામત આપવું છે તેના માટે પરિસીમન જરુરી છે. અમિત શાહે વધુમાં કહ્યુ હતુ કે, તેઓ કોઇ વસ્તુ છુપાવવા નથી માગતા. અને ન કોઇ વસ્તુની ચોરી કરવા ઇચ્છે છે.
મહિલા અનામત મામલે સદનમાં મંથન
કોંગ્રેસે પરિસીમનથી દેશને વંચિત રાખ્યો છે. અને વિપક્ષને બધુ ખબર હોવા છતાં અજાણ બનીને સૌ કોઇ બેઠા હોવાનું અમિત શાહે કહ્યુ હતુ. વિપક્ષનો પ્રશ્ન હતો કે, સમયસર જનગણના કેમ ન થઇ હતી. ત્યારે અમિત શાહે કહ્યુ કે, કોવિડના સમયના કારણે જનગણના સમયસર થઇ ન હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે, તેઓ બેઠક વધારવા માગે છે. ઘટાડવા ઇચ્છતા નથી. વિપક્ષનો મહિલા વિરોધી ચહેરો સામે આવ્યો છે. અમિત શાહે વિપક્ષને સલાહ આપતા કહ્યુ છે કે, પરિસીમનથી કોઇનું નુકસાન નહી થાય.
આ પણ વાંચોઃ Hormuz Strait નહી પણ આ મહાસાગરથી Iran કરી રહ્યુ છે ભરપૂર કમાણી, જાણો કયુ છે આ સ્થળ?
