2026ના રાજકીય ભાષણમાં સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

FIR દાખલ થતા હલચલ વધી 

તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને વધુ એક ઝટકો લાગ્યો છે. હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. 2026ના રાજકીય ભાષણમાં સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મમતા બેનર્જીની મુશ્કેલીઓ ઓછી થતી નથી. ઘણા TMC નેતાઓ એક પછી એક તેમનો પક્ષ છોડી રહ્યા છે અને હવે TMC સુપ્રીમો સામે FIR દાખલ કરવામાં આવી છે.

મમતા બેનર્જી સામે કેસ દાખલ

2026ના રાજકીય ભાષણ પર પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મમતા બેનર્જી સામે તેમના ભાષણમાં સાંપ્રદાયિક ટિપ્પણી કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે.

મમતા બેનર્જીનો તણાવ વધ્યો 

મમતા બેનર્જી શ્રેણીબદ્ધ આંચકાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં, તેમને રાજ્યસભાના ચાર સાંસદોના રાજીનામા મળ્યા છે. સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ, પ્રકાશ ચિક બરૈક અને અભિનેત્રી-સાંસદ કોયલ મલિકે ઉપલા ગૃહમાંથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચોઃ Hormuz Strait ખોલવા બાબતે Iran થયુ સંમત, 14 મુદ્દાનો ગુપ્ત ડ્રાફ્ટ થયો લીક

  • Follow us on: