PM નરેન્દ્ર મોદીએ કહ્યું, “કોસી રેલ મહાસેતુ પુલનો શિલાન્યાસ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 2003માં કર્યો હતો. પરંતુ ત્યારબાદ 2004માં મનમોહન સિંહની કોંગ્રેસ સરકાર આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)ના સમર્થનથી દિલ્હીમાં સત્તામાં આવી. ત્યારબાદ 2005માં અહીં નીતિશ કુમારના નેતૃત્વમાં સરકાર રચાઈ.


બિહારના લોકોએ આરજેડીને દરેક ગલી અને ગામમાંથી સાફ કરી નાખ્યા. આથી આરજેડીનો અહંકાર અને ગુસ્સો આસમાને પહોંચી ગયો. તેઓ બિહારના લોકો પ્રત્યે એટલા ગુસ્સે ભરાયા કે રાજ્યને બરબાદ કરવાની કસમ ખાઈ લીધી.

દિલ્હીની સરકાર તેમની મદદથી ચાલી રહી હતી, તેથી મનમોહન સિંહ અને સોનિયાના બાજુમાં બેસીને તેમણે બિહાર સામે બદલો લેવો શરૂ કર્યો. અને શું કર્યું તેમણે? બિહારના લોકોના કલ્યાણ માટે શરૂ થયેલી બધી યોજનાઓને રોકી દીધી. બિહારના વિકાસ માટે મળવાનું નાણાં પણ અટકાવી દીધા. 

એનડીએની ઓળખ વિકાસ છે, જ્યારે આરજેડી અને કોંગ્રેસની ઓળખ વિનાશ છે

“હું બિહારની દરેક બહેન અને દીકરીને પણ કહેવા માંગું છું કે તમે સાવચેત રહો. આ ‘જંગલ રાજ’વાળા લોકો તમારી માટે મળતી દરેક સહાય અટકાવવા માંગે છે. આરજેડી હોય કે કોંગ્રેસ બંનેનો વિકાસ સાથે કોઈ સંબંધ નથી.

બિહાર મહિલાઓના ગૌરવ અને જ્ઞાનની ભૂમિ છે : PM મોદી

તેમણે ભારતીય મહિલા ટીમને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે જ્યારે મહિલાઓને વધુ તકો અને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે આવા પરિણામો પ્રાપ્ત થાય છે. NDA સરકાર આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે બિહાર મહિલાઓના ગૌરવ અને જ્ઞાનની ભૂમિ છે. તેમણે મહિલાઓ માટે સરકારે લીધેલા પગલાંની પણ યાદી આપી. આજે, એક ગામડાની છોકરી ડ્રોન પાઇલટ બની રહી છે. બિહાર જંગલ રાજને નહીં, વિકાસને મત આપશે.

  • Follow us on: