રશિયન વિદેશ પ્રધાને વધુમાં કહ્યુ હતુ કે, ભારત પશ્ચિમ એશિયામાંથી તેલ પુરવઠા પર વધુ નિર્ભર છે.
રશિયન વિદેશ પ્રધાનની પ્રતિક્રિયા
નવી દિલ્હીમાં બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક બાદ, રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, ભારત અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવામાં લાંબા ગાળાની મધ્યસ્થી ભૂમિકા ભજવી શકે છે. લાવરોવે ભારતના રાજદ્વારી અનુભવ, વૈશ્વિક વિશ્વસનીયતા અને પશ્ચિમ એશિયામાં તેના વધતા પ્રભાવની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત પ્રાદેશિક શાંતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ભારતની ભૂમિકા શા માટે મહત્વની ?
રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા ઉર્જા ગ્રાહકોમાંનો એક છે અને પશ્ચિમ એશિયામાંથી તેલ પુરવઠા પર ભારે નિર્ભર છે. તેથી, આ ક્ષેત્રમાં સ્થિરતા જાળવવી ભારત માટે મહત્વપૂર્ણ છે. લાવરોવે કહ્યું કે બ્રિક્સ અધ્યક્ષ તરીકે, ભારત ઈરાન અને યુએઈ જેવા દેશોને વાટાઘાટોના ટેબલ પર લાવી શકે છે જેથી મોટા સંઘર્ષને અટકાવી શકાય. તેમણે ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટનો ઉલ્લેખ કર્યો, જ્યાં વધતા તણાવ વૈશ્વિક તેલ પુરવઠાને અસર કરી શકે છે.
પીએમ મોદીની રશિયા મુલાકાતે અંગે પુષ્ટી
લાવરોવે એ પણ જાહેરાત કરી કે પીએમ મોદી આ વર્ષે બ્રિક્સ સમિટ માટે રશિયાની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે આ ઉચ્ચ-સ્તરીય બેઠકની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. ભારત-રશિયા સંબંધોને મજબૂત ગણાવતા તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઊર્જા, વેપાર અને નાણાકીય વ્યવહારોમાં સહયોગ સતત વધી રહ્યો છે. રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને રશિયા હવે ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડી રહ્યા છે અને રાષ્ટ્રીય ચલણોમાં વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને શી જિનપિંગની મુલાકાત અંગે રશિયાની પ્રતિક્રિયા, જાણો શુ કહ્યુ?
