હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજીનું પીએમ મોદી હવાઇ નિરિક્ષણ કરી રહ્યા છે. મંડી જિલ્લાના નરચૌકમાં સ્થિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી મેડિકલ કોલેજ અને હૉસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ છે.

પોલીસ બેડામાં ખળભળાટ

પીએમ મોદી હિમાચલ પ્રદેશનું હવાઇ નિરિક્ષણ કરી રહ્યા છે. ત્યારે એવામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળ્યો છે. ઇમેલ દ્વારા હૉસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મંડી જિલ્લામાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી મેડિકલ કોલેજ અને ચંબા મેડિકલ કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. તંત્રે આ મામલે સતર્કતા દાખવી છે. અને પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે હાથ ધરી તપાસ

તંત્રને જે ઇમેલ મોકલવામાં આવ્યો છે તેમાં લખ્યુ છે કે, કોલેજમાં ત્રણ બોમ્બ મુકવામાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓ અને દર્દીઓને બહાર કાઢી લો. ઇમેલમાં તમિલનાડુની અન્ના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમિલનાડુના આરજીજીઇસી મેડિકલ કોલેજ અને સીએમ સચિવાલયમાં બોમ્બ બ્લાસ્ટની ચેતાવણી આપવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ છે કે, આ અઇમેલ ભૂલથી મોકલવામાં આવ્યો છે.

અગાઉ પણ અપાઇ હતી ધમકી

અગાઉ પણ હિમાચલ પ્રદેશના સચિવાલય, હાઇકોર્ટ, ડીસી મંડીના ઓફિસ સહિત પ્રદેશના કેટલાક પ્રમુખ સરકારી સંસ્થાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે તમામ સ્થળોને તપાસ કરાવી હતી. પરંતુ કોઇ શંકાસ્પદ વસ્તુઓ ન મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસ માટે મોટો પડકાર એ છે કે હજુ સુધી આ લોકો નથી પકડાયા જેઓ ધમકીભર્યા ઇમેલ મોકલે છે.