નોર્ડિક સમિટ પછી, પીએમ મોદી ઇટાલી અને નેધરલેન્ડની સત્તાવાર મુલાકાત લેશે.
દ્વિપક્ષીય વાતચીતનું આયોજન
પીએમ મોદી આવતા મહિને એટલે કે, 15થી20 મે દરમિયાન યુરોપના પ્રવાસે જશે. જેમાં તેઓ ઇટાલી, ફ્રાન્સ અને નેધરલેન્ડ સાથે ચાર યુરોપિયન દેશો નોર્ડિક દેશો, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, આઇસલેન્ડ, ડેનમાર્કની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-યુરોપિયન યુનિયન એટલે કે EU મુક્ત વેપાર કરાર FTAને આગળ વધારવાનો, નોર્ડિક સમિટમાં ભાગ લેવાનો અને ફ્રાન્સમાં G-7 સમિટમાં હાજરી આપવાનો છે.
ફ્રાન્સમાં G-7 સમિટ
જૂનમાં પીએમ મોદી ફ્રાન્સમાં G-7 સમિટમાં હાજરી આપશે.જ્યાં તેઓ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરે તેવી અપેક્ષા છે. મુલાકાતનું ધ્યાન ભારત અને યુરોપ વચ્ચે વધતા વેપાર સંબંધો અને ગ્રીન સહયોગને મજબૂત બનાવવા પર રહેશે.
આ પણ વાંચોઃ PM Modi અને South Koreanના રાષ્ટ્રપતિએ વાવેલા વૃક્ષનો સંબંધ માતા સીતા સાથે, જાણો કેવી રીતે?













