અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તેમને અમેરિકા તરફથી એક સંદેશ મળ્યો છે, જેમાં વાતચીત માટે ઇચ્છા વ્યક્ત કરાઇ છે.
ઈરાનના પ્રતિભાવ અને અમેરિકાની ઇચ્છા
ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ ભારતની રાજધાનીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા, જ્યારે ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, આ અસ્વીકાર્ય છે. ત્યારે તેનો અર્થ એ થયો કે અમેરિકાએ ઈરાનના પ્રસ્તાવ અથવા અમેરિકાના પ્રસ્તાવ પર ઈરાનના પ્રતિભાવને નકારી કાઢ્યો છે. પરંતુ ત્યારથી, અમને અમેરિકનો તરફથી બીજો સંદેશ મળ્યો છે. જેમાં કહેવાયુ છે કે, તેઓ વાટાઘાટો ચાલુ રાખવા અને વાતચીત સ્થાપિત કરવા માટે તૈયાર છે.
પરિસ્થિતિ હાલમાં અત્યંત જટિલ
અબ્બાસ અરાઘચીએ કહ્યું કે વાટાઘાટો દ્વારા ઉકેલ સિવાય બીજો કોઈ રસ્તો હોઈ શકે નહીં. હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ હાલમાં અત્યંત જટિલ છે. અમે બધા જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરવા તૈયાર છીએ. ઈરાન સાથે યુદ્ધમાં રહેલા દેશોના જહાજો જ પ્રભાવિત થાય છે. ઈરાને ક્યારેય પરમાણુ શસ્ત્રો માંગ્યા નથી. ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોમાં વિશ્વાસનો અભાવ છે. ઈરાન પાસે અમેરિકા પર વિશ્વાસ ન કરવાના દરેક કારણ છે.
ભારત સાથે સંબંધોની ચર્ચા
તેમણે વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી, જેમાં પ્રાદેશિક સુરક્ષા અને પરસ્પર સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતુ. આ ચર્ચાઓ પીએમ મોદી સાથેની ઉચ્ચ-સ્તરીય બેઠક પછી થઈ હતી. જેનો હેતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે બહુપક્ષીય સ્થિરતાને મજબૂત બનાવવાનો હતો. અરાઘચીએ જણાવ્યું હતું કે, નવી દિલ્હી સાથેની ચર્ચાઓ ઊંડા વ્યૂહાત્મક સમન્વયને પ્રતિબિંબિત કરે છે, અને ઉમેર્યું હતું કે બંને દેશો સમાન વિચારો, સમાન ચિંતાઓ અને સમાન હિતો શેર કરે છે.
આ પણ વાંચોઃ 20 મેના રોજ પૂર્ણ થશે દલીલો, સૌરભ હત્યા કેસમાં જાહેર કરાશે ચુકાદો
