અમિત શાહે કહ્યુ કે, અમે એવુ કેરળ બનાવવા માંગીએ છીએ જ્યાં કેરળના યુવાનોને નોકરી મળે અને યુવાઓને સ્થળાંતરિત કરતા અટકાવીએ.

અમિત શાહનું કેરળમાં સંબોધન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળમાં યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો. અમિત શાહે કેરળમાં શિક્ષિત યુવાનો પાસે નોકરીઓનો અભાવ છે અને NDA સરકાર રાજ્યમાં નોકરીઓનું સર્જન કરીને તેમને ખાડી દેશોમાં સ્થળાંતર કરતા અટકાવશે. શાહે સામ્યવાદીઓ અને કોંગ્રેસની ઘટતી વિશ્વસનીયતા પર પણ ટિપ્પણી કરી અને કેરળમાં NDA સરકાર બનાવવાનું આહ્વાન કર્યું હતુ.

LDF અને UDF પર અમિત શાહનો હુમલો

અમિત શાહે કહ્યું કે ભાજપની નીતિ સ્પષ્ટ છે. બધા માટે ન્યાય, કોઈને ખુશ ન કરો. જ્યારે PFI ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું, ત્યારે ભાજપે એક જ દિવસમાં તમામ PFI કાર્યકરોની ધરપકડ કરીને ઝડપી કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે ભાજપ સરકારે વક્ફ સુધારો બિલ પણ રજૂ કર્યું. એર્નાકુલમમાં, વક્ફ બોર્ડે 400 એકર જમીન સંપાદિત કરી જે મૂળ રૂપે લગભગ 600 ખ્રિસ્તી અને હિન્દુ પરિવારોની હતી. જ્યારે સંસદમાં વક્ફ સુધારા બિલ પર ચર્ચા થઈ હતી. ત્યારે LDF અને UDFએ આ પરિવારોનો અવાજ ઉઠાવ્યો ન હતો.

બેવડા ધોરણો ધરાવતા પક્ષો

અમિત શાહે કહ્યું કે દેશભરમાં, કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો ગઠબંધન બનાવે છે અને સાથે મળીને ચૂંટણી લડે છે, પરંતુ કેરળમાં, તેઓ એક સાથે આવતા નથી. તેના બદલે, તેઓ એકબીજા સામે સ્પર્ધા કરે છે. જ્યારે ભારતમાં અન્યત્ર કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો એકબીજાને ટેકો આપે છે, ત્યારે કેરળમાં તેઓ રાજકીય દુશ્મનો છે. તેમણે કહ્યું કે તાજેતરમાં રાહુલ ગાંધીએ કેરળની મુલાકાત લીધી હતી. રાહુલ અને વિજયન બંને એકબીજા પર ભાજપની B ટીમ હોવાનો આરોપ લગાવે છે.

આ પણ વાંચોઃ Nepalમાં પેટ્રોલ અને ડીઝલની તીવ્ર અછતના કારણે Balen Shah સરકારે લીધો મોટો નિર્ણય