રાજ્યસભા સાંસદ કોયલ મલિકે તેમના સભ્યપદથી રાજીનામું આપ્યું છે. 

રાજ્યસભા સાંસદો તરફથી મુશ્કેલી

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પક્ષની મુશ્કેલીઓ વધતી જ જાય છે. રાજ્યસભા સાંસદ કોયલ મલિકે તેમના સભ્યપદથી રાજીનામું આપ્યુ છે. અગાઉ, તૃણમૂલ કોંગ્રેસના સભ્યો સુખેન્દુ શેખર રે, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બૈરૈકે રાજીનામું આપ્યુ છે. કોયલ મલિક રાજીનામું આપનારા ચોથા રાજ્યસભા સાંસદ છે. 13 રાજ્યસભા સાંસદો સાથે કેન્દ્ર સરકારને પડકાર ફેંકનાર મમતા બેનર્જીને હવે રાજ્યસભા સાંસદો તરફથી પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

કોણ છે કોયલ મલિક ?

બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં જાણીતી અભિનેત્રી કોયલ મલિકનું નામ રુક્મિણી મલિક છે. પીઢ બંગાળી અભિનેતા રણજીત મલિકના ઘરે જન્મેલી કોયલ હંમેશા ફિલ્મ કારકિર્દીની ઇચ્છા રાખતી હતી. તેમણે 2003માં ફિલ્મ 'નાટેર ગુરુ'થી ફિલ્મી કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ, તેમણે બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં પ્રભુત્વ મેળવવાનું શરૂ કર્યું. યુવાનોમાં લોકપ્રિય, કોયલને મમતા બેનર્જીએ રાજ્યસભા માટે ચૂંટણી લડવા માટે સમજાવ્યા હતા, અને એપ્રિલ 2016માં, તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા.

ચૂંટણી પરિણામ બાદ પરિસ્થિતિ બદલાઇ 

રાજ્યસભામાં ચૂંટાયા બાદ, કોયલે મમતા બેનર્જી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જોકે, 4 મે પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. લોકસભા સાંસદોના બળવા બાદ, તૃણમૂલ કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપ્યું. કોયલે ઘોષે પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોયલે કોલકાતાથી ઈમેલ દ્વારા સંસદમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.

આ પણ વાંચોઃ Strait of Hormuz Crisis વચ્ચે ફ્રાન્સનો ભારત પર અતૂત વિશ્વાસ, G7 સમિટમાં હાજરી આપવા માટે ખાસ આમંત્રણ

  • Follow us on: