હવે આ સાંસદોનો સદનમાંથી “વનવાસ” સમાપ્ત થઈ ગયો છે. સંસદમાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે “સીજફાયર” જેવી સ્થિતિ બન્યા બાદ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સસ્પેન્શન સમાપ્ત કરવાની પ્રસ્તાવના રજૂ કરી, જે ધ્વનીમતથી પસાર થઈ ગઈ. ત્યારબાદ સ્પીકર ઓમ બીરલાએ તરત જ સસ્પેન્શન ખતમ કરવાની જાહેરાત કરી.
સ્પીકર ઓમ બીરલાએ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુને મોશન રજૂ કરવા કહ્યું.
મંગળવારે લોકસભામાં પ્રશ્નકાળ પછી સ્પીકર ઓમ બીરલાએ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુને મોશન રજૂ કરવા કહ્યું. ત્યારબાદ કોંગ્રેસ સાંસદ કે. સુરેશને પૂછવામાં આવ્યું કે તેઓ કંઈ કહેવા માંગે છે કે નહીં. કે. સુરેશે સાંસદોના સસ્પેન્શનને રદ કરવાની વિનંતી કરી. સ્પીકરે ત્યારબાદ સદનની મર્યાદા જાળવવા અંગે અભિપ્રાય માંગ્યો.
https://twitter.com/ani_digital/status/2033820371770872200
સદન સારી રીતે ચલાવવા માટે સૌ સહકાર આપશે
આ અંગે કોંગ્રેસ સાંસદ કે. સુરેશે જણાવ્યું કે ગઈકાલે સ્પીકરના ચેમ્બરમાં ચર્ચા થઈ હતી અને તેમાં સહમતી થઇ હતી કે સદન સારી રીતે ચલાવવા માટે સૌ સહકાર આપશે. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે પણ કહ્યું કે તેઓ સદનની મર્યાદા ભંગ નહીં કરે અને કે. સુરેશના પ્રસ્તાવનું સમર્થન કર્યું. એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુલે એ પણ કહ્યું કે બંને પક્ષોએ સદન યોગ્ય રીતે ચાલે તે માટે પ્રયાસ કરવો જોઈએ અને એક “લક્ષ્મણ રેખા” જાળવવી જોઈએ.
https://twitter.com/ANI/status/2033804868809592849
જેડીયુ તરફથી કેન્દ્રિય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) એ કહ્યું કે સદનની મર્યાદા જાળવવી જરૂરી છે અને જે સહમતી થઈ હતી તેનું પાલન થવું જોઈએ. તેમણે સચિવ જનરલના ટેબલ પર થયેલા વર્તનને સદનની ગૌરવ વિરુદ્ધ ગણાવ્યું.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર હંમેશા ચર્ચા માટે તૈયાર છે અને સદન સર્વોપરી છે. તેમણે ઉમેર્યું કે સદનની નિયમોનું પાલન પહેલા પણ કર્યું છે અને આગળ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: Weather Update: હિમાચલમાં આફતની હિમવર્ષા, 10 જિલ્લામાં એલર્ટ